શિંદેની પસંદગી CM તરીકે થયા બાદ શરદ પવારની આવી પ્રતિક્રિયા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મહારાષ્ટ્રના CM પદ માટે એકનાથ શિંદેના નામની જાહેરાત થયા બાદ શરદ પવારે પહેલી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાનના રૂપમાં પસંદગી કરવા બદલ શુભકામનાઓ! પૂરી આશા છે કે તેઓ મહારાષ્ટ્રના હિત માટે કામ કરશે.
એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે યશવંત ચવ્હાણ, બાબાસાહેબ ભોસલે, પૃથ્વીરાજ ચવ્હાણ બાદ વધુ એક સાતારાનો નાગરિક મુખ્ય પ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યો છે એ વાતની મને ખુશી છે.
નોંધનીય છે કે આજે એટલે કે ગુરુવારે સાંજે 7.30 વાગ્યે શિંદે મુખ્ય પ્રધાનના શપથ લેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.