Homeઆમચી મુંબઈયે રિશ્તા ક્યા કહેલાતા હૈ... શરદ પવાર અને ફડણવીસ એક જ કારમાં...

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ… શરદ પવાર અને ફડણવીસ એક જ કારમાં સવાર

પુણેમાં શરદ પવારની કારમાં બેસીને ફડણવીસ કાર્યક્રમમાં પહોંચ્યા:

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રમાં અત્યારે રાજકીય આરોપ-પ્રત્યારોપનું જોરદાર વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્ર અને રાજ્ય સરકારના સૌથી મોટા ટીકાકાર એનસીપી સુપ્રીમો શરદ પવારની સાથે એક જ કારમાં મુસાફરી કરતાં રાજકીય વર્તુળોમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ… ની ચર્ચા ચાલી રહી છે.
પુણેમાં એક સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ અને વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલના સંકુલનું ઉદ્ધાટન રવિવારે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન શરદ પવારને હસ્તે કરવામાં આવ્યું હતું. તેમ જ આ કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખ્ખૂ, સિરમ ઈન્સ્ટ્યિૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલા, ભૂતપૂર્વ પ્રધાન ડૉ. વિશ્ર્વજિત કદમ વગેરે હાજર હતા.
આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ગેસ્ટ હાઉસથી લઈને લેડિઝ હોસ્ટેલ સુધી પવાર અને ફડણવીસે એક જ કારમાં બેસીને પ્રવાસ કર્યો હતો. કારમાં પાછલી સીટ પર પવાર અને ફડણવીસ હતા જ્યારે આગલી સીટ પર વિશ્ર્વજિત કદમ હતા. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ મેડિકલ કોલેજના ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળ્યા બાદ ખુદ શરદ પવારે જ ફડણવીસને કહ્યું હતું કે મારી સાથે ચાલો. જેને પગલે ફડણવીસ કારમાં બેસી ગયા હતા. રાજ્યના ત્રણ રાજકીય વિરોધીઓ એક જ કારમાં પ્રવાસ કરી રહ્યા હોવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાને અવકાશ મળ્યો હતો.
સત્તામાં રહેલા લોકો હવામાં હોય એવી રીતે વર્તન કરે છે અને અત્યંત અંતિમવાદી વલણ અપનાવે છે એવી ટીકા શરદ પવારે કરી હતી.
જ્યારે અમે જમીન પર જ છીએ. અમને અમારી જમીન ખબર છે. જમીન પરના લોકો સાથે અમારો સંપર્ક છે. આથી હવે હવામાં કોણ છે તે શરદ પવારે જ શોધી કાઢવું જોઈએ એવો વળતો જવાબ ફડણવીસે આપ્યો હતો.
આવી રીતે એક બીજા પર કટાક્ષ કર્યા બાદ પણ બંનેએ એક જ કારમાં પ્રવાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular