Mumbai: મહારાષ્ટ્રમાં Political Crisis વચ્ચે આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને NCPના વડા શરદ પવારની મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. આશરે એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે એકનાથ શિંદેને મનાવવાને લઇને ચર્ચા થઇ હતી. આ સાથે જ શરદ પવારે શિદેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવવાની પણ ભલામણ કરી છે.
આ બેઠકમાં સુપ્રિયા સુળે પણ હાજર રહ્યા હતા. દરમિયાન શરદ પવારે આવતી કાલે NCPના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં શરદ પવાર તરફથી તેમના ધારાસભ્યોને મહત્વપૂર્ણ નિર્દેશો આપી શકે છે. આ બેઠક મુંબઈમાં થશે.