Homeઆમચી મુંબઈચૂંટણી પંચના નિર્ણયનો સ્વીકાર કરો... ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપી શરદ પવારની ઉદ્ધવને...

ચૂંટણી પંચના નિર્ણયનો સ્વીકાર કરો… ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપી શરદ પવારની ઉદ્ધવને સલાહ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે શિવસેનના ચિન્હ બાબતે ચૂંટણી પંચનો નિર્ણય આવ્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે, ધનુષ્ય બાણનું ચિન્હ ખોવાથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને કોઇ ફર્ક નહીં પડે, કારણ કે જનતા એમના નવા ચિન્હને સ્વીકારી લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે શરદ પવારની પાર્ટી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સહયોગી છે. શરદ પવારે યાદ અપાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસે 1978માં એક નવું ચિન્હ સ્વીકાર્યું હતું ત્યારે એમની પાર્ટીને કોઈ નુકસાન નહોતું થયું.
એનસીપી પ્રમુખે ઠાકરે જૂથને સલાહ આપી હતી કે, ‘જ્યારે કોઇ નિર્ણય આવી જાય છે ત્યારે તેની ચર્ચા ન કરવી જોઇએ, તેનો સ્વીકાર કરી નવું ચિન્હ લઇ લો, આનાથી (જૂનું ચિન્હ ખોવાથી) કોઇ ફર્ક પડશે નહીં.’
આ તમામ ચર્ચાઓ વચ્ચે એનસીપીના ઉચ્ચ નેતા અજીત પવારે એકનાથ શિંદેના નેતૃત્વ વાળા જૂથને વાસ્તવિક શિવસેનાના રુપમાં માન્યતા આપવા બદ્દલના ચૂંટણી પંચના નિર્ણયને ‘અણધાર્યો’ ઘોષિત કરતા પૂછ્યું કે ચૂંટણી પંચે આ નિર્ણય આપવામાં આટલી જલ્દી કેમ કરી છે, તેમણે કહ્યું કે શિવસેનના સામાન્ય કાર્યકર્તાઓ ઉદ્ધવ ઠાકરે સાથે ઉભા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular