રાજકોટમાં પોલીસકર્મીની દાદાગીરી: શાપર પોલીસના ASIએ હોટેલ માલિકને લાકડી વડે ઢોર માર માર્યો, કોર્ટે તપાસ રીપોર્ટ મંગાવ્યો

આપણું ગુજરાત

Rajkot: રાજકોટમાંથી ફરીથી પોલીસની દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે. શાપર પોલીસ સ્ટેશનના ASIએ કોઈ દેખીતા કારણ વગર એક હોટેલ સંચાલકને લાકડી વડે ઢોર માર માર્યો હતો. જેના CCTV ફૂટેજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ કર્મી પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હોટલ માલિક જાવિદભાઇ ગુર્જર દ્વારા શાપર પોલીસ સ્ટેોશનમાં ફરજ બજાવતા ASI પ્રભાત બાલસરા તથા અન્ય પોલીસકર્મી વિરૂધ્ધ્ ફરિયાદ નોંધાવી છે. જેના પગલે કોટડા સાંગાણી કોર્ટે જિલા પોલીસવડા પાસેથી સમગ્ર ઘટના ક્રમનો રિપોર્ટ મંગાવ્યો છે.
ઘટનાની માહિતી મુજબ રાજકોટ ગોંડલ હાઇવે ઉપર શાપર-વેરાવળ પાસે જાવિદભાઇ ગુર્જર ‘મસ્તઅ નોનવેજ’ હોટલ ચલાવે છે. 1લી ઓગસ્ટનાં રાત્રીના 12.30 વાગ્યાના અરસામાં હોટેલના કર્મચારીઓ હોટલ બંધ કરી ઘરે જવાની તૈયારીમાં હતા ત્યાહરે શાપર પોલીસ સ્ટે શનમાં ફરજ બજાવતા ASI અને બે અન્ય પોલીસકર્મીઓ હોટલે આવ્યા હતા. ASIએ કારણ વગર હોટલ કર્મીઓને અપશબ્દો કહી લાકડીઓ વડે બેફામ માર માર્યો હતો. અને ધમકી આપી હતી કે ‘કાલથી આ હોટલ ખુલવી જોઇએ નહીં, નહિતર બધાને ખોટા ગુનામાં ફિટ કરી દઇશ અને જેલની હવા ખવડાવીશ’ . સાથે સાથે પોલીસ કર્મીઓ હોટલના કાઉન્ટનર ઉપર પડેલ બે મોબાઇલ ફોન અને હોટલ માલિકનું બાઈક પણ લઇ ગયા હતા.
આ સમગ્ર બાબતે કોટડા સાંગાણી કોર્ટ તથા માનવ અધિકાર આયોગમાં તમામ પુરાવાઓ સાથે ફરિયાદ પણ આપવામાં આવી હતી. જેણે લઈને કોટડા સાંગાણી કોર્ટે જિલ્લા પોલીસવડા પસેથી તપાસ રીપોર્ટ મંગાવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.