Homeઆપણું ગુજરાતશંકરસિંહ વાઘેલાની ભવિષ્યવાણી, ‘હું ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનનો અંત જોઈ રહ્યો...

શંકરસિંહ વાઘેલાની ભવિષ્યવાણી, ‘હું ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનનો અંત જોઈ રહ્યો છું.’

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓછું મતદાન નોંધાયા બાદ આજે બીજા તબક્કાના મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય-પૂર્વ ગુજરાતના મતદારો આજે વોટ આપી રહ્યા છે ત્યાએ કોંગ્રેસે જીતની આશા વ્યક્ત કરી છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યા બાદ કહ્યું કે ‘હું ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનનો અંત જોઈ રહ્યો છું.’
શંકરસિંહ વાઘેલાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, બીજા તબક્કામાં ઓબીસી બહુમતીવાળા વિસ્તારમાં મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસે ઓબીસી સમાજના મુખ્યપ્રધાન આપવાનું વચન આપ્યું છે. એટલા માટે મને લાગે છે કે પૂર્વ-મધ્ય ગુજરાત એન ઉત્તર ગુજરાત કોંગ્રેસને વોટ આપશે.
કોંગ્રેસના પ્રવક્તા ડોકટર અમિત નાયકે અમદવાદમાં મતદાન કરતી વખતે ભાજપ સરકારનો પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. ડો. અમિત નાયક ફાટેલાં કપડાં પહેરી અને તેલનું ખાલી કેન સાથે રાખી મતદાન કરવા પહોંચ્યા હતા. મોંઘવારી, પેપરલીક ઘટનાના વિરોધ સાથે કોંગ્રેસ પ્રવકતાએ વિરોધ નોંધાવી કોંગ્રસના કાર્યકરો સાથે મતદાન કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular