દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દેવલોક પામ્યા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભોપાળ: દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી રવિવારે બપોરે ૩.૩૦ વાગ્યે મધ્ય પ્રદેશના નરસિંગપુર પાસેના આશ્રમમાં અવસાન પામ્યા હતા. તેઓ ૯૯ વર્ષના હતા. દ્વારકાપીઠના બીજા ક્રમના મહંત દંડી સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી વધુ વખતથી દ્વારકા, શારદા અને જ્યોતીષપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીની તબિયત સારી રહેતી નહોતી. સદ્ગત સ્વરૂપાનંદ સરસ્વતીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
વર્ષ ૧૯૨૪માં મધ્ય પ્રદેશના સેવની જિલ્લાના દિઘોરી ગામમાં જન્મેલા પોથીરામ ઉપાધ્યાય ઇશ્ર્વરની શોધમાં નવ વર્ષની ઉંમરે ઘર છોડ્યા પછી વર્ષ ૧૯૮૧માં ૫૭ વર્ષની વયે સ્વરૂપાનંદ સરસ્વતી નામે શંકરાચાર્યનું પદ પામ્યા હતા. તેઓ સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. આઝાદીની લડતમાં તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. તાજેતરમાં સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો ૯૯મો જન્મદિવસ ઉજવાયો હતો. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.