Homeઆપણું ગુજરાતશંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરી કોંગ્રેસમાં જોડાયા

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરી કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત ટૂંક સમયમાં જ થવાની છે ત્યારે ગુજરાતમાં રાજકીય હલનચલન તેજ થઈ ગઈ છે. ત્યારે મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપ છોડીને કોંગ્રેસમાં પરત ફરશે. મહેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ મુખ્યપ્રધાન અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર છે.
મહેન્દ્રસિંહ વાઘેલા વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં બાયડ બેઠક પરથી કોંગ્રેસ પક્ષથી ચૂંટણી જીત્યા હતા. જે બાદ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. તેમણે 18 ઓક્ટોબર, 2018ના રોજ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ રાજનીતિથી દૂર રહ્યા હતા.
હવે મહેન્દ્રસિંહની ઘરવાપસી થશે અને તેઓ ફરી કોંગ્રેસમાં જોડાશે એવા અહેવાલ આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને અન્ય નેતાઓની હાજરીમાં તેઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. ત્યારે રાજકીય ગલીયારામાં એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે આગામી દિવસોમાં શકરસિંહ પણ કોંગ્રેસ માં જોડાઈ શકે છે.

RELATED ARTICLES

Most Popular