Homeઈન્ટરવલપનોતીઓ અને અનિષ્ટ બળોના શમનનું શનિ મંદિર: હાથલા

પનોતીઓ અને અનિષ્ટ બળોના શમનનું શનિ મંદિર: હાથલા

તસવીરની આરપાર -ભાટી એન.

બરડા, સોરઠ, દેવભૂમિ દ્વારકાની વચ્ચાળે હાથલા નાનું એવું ગામડું આવેલ છે. પોરબંદરથી ૨૭ કિ.મી. દૂર અંતરિયાળ સિંગલ પટ્ટી રસ્તે આવેલ છે. કહેવાય છે કે મુદ્ગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઇ શનિ મહારાજ હાથી ઉપર બિરાજમાન થઇને એક પીપળના વૃક્ષમાંથી પ્રગટ થઇ હાથલા ગામે થયા હતા. શનિ મહારાજ જ્યાં હાથીની સવારીએ પધાર્યા તે ‘હસ્તિન સ્થળ’ તરીકે પ્રખ્યાત થયું. પ્રાચીન કાળમાં ‘હસ્તિન સ્થળ’ મધ્યકાળમાં ‘હત્થી થલ’ થઇને અર્વાચીનકાળમાં ‘હાથલા’ થયેલ છે. ‘હાથલા’ એવા ગામનો અર્થ થાય છે કે જ્યાં શનિ મહારાજ હાથીની અંબાડીએ બિરાજમાન છે તે.
પનોતીનું મંદિર, અનિષ્ટ બળોના શમનનું મંદિર શનિ મંદિર અતિપ્રાચીનતમ છે. સાતમી સદીનું છે. પનોતીને રીઝવવાનો હેતુ એના નિર્માણ પાછળ છે. પનોતી એટલે અનિષ્ટની દેવી. હનુમાને પોતાના પગ તળે રાખેલ છે. એવા અસંખ્ય ચિત્રાંકનો નિહાળવા મળે છે. હનુમાન મંદિરમાં પગતળે ‘પનોતી’ને રાખેલ છે. મહાબલી, મહાવીર હનુમાન આવાં અનિષ્ટ તત્ત્વોને પોતાના વશમાં રાખવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે જ કદાચ શનિવારે બધા હનુમાનજીને તેલ ચઢાવે છે. જેથી મહાવીર હનુમાન સંગાથે ‘પનોતી’ આપણી ચાલતી હોય તો તે પ્રસન્ન થાય ને પનોતી જતી રહે…! હનુમાનજીએ પનોતીને પગ નીચે રાખી એટલે જ કદાચ આપણા પગરખાં બૂટ, ચપ્પલ, ચોરાય જાય તો આપણે કહીએ પનોતી ગય…!?
હિન્દુ ધર્મને આધ્યાત્મિક વિચારોને ઉજળી સંસ્કૃતિને ગૌરવ આપનારું ક્ષેત્ર શનિક્ષેત્ર ‘હાથલા’ સૌરાષ્ટ્રનું શનિ મંદિર અને પાવનકારી શનિકુંડ પૌરાણિક પ્રાચીન ઐતિહાસિક અલૌકિક પવિત્ર દર્શનીય તીર્થધામ છે. જરા હટકે! ભાણવડ તાલુકાનું બરડા ડુંગરની ગોદમાં શનિ મંદિર દિનપ્રતિદિન શ્રદ્ધાળુઓનો તાતો અવિરત ચાલુ જ રહે છે. શનિ મંદિરમાં ઘણી બધી કેશરી રંગની ભિન્ન ભિન્ન આકારની છે. તેના વિશે પહેલા વિગતે છણાવટ કરું છું. શનિ મંદિરના ગર્ભગૃહની અંદરમાં જતાં ડાબી બાજુ (૧) વિરભદ્ર પનોતીના ભાઇ, (૨) પત્ની શનિદેવના, (૩) ત્રીજી મૂર્તિ સૂર્ય પુત્ર શનિદેવ, (૪) સાડાસાત આની આપણે ત્યાં પનોતીના પ્રકાર વર્ણવામાં આવ્યા છે. ઘણીવાર જ્યોતિષીઓ કહે છે સાડાસાત આની અને અઢી વર્ષની પનોતી ચાલે છે. તે પનોતીની સળંગ મૂર્તિઓ કેશરી રંગની ૭॥ આની છે. તેને અડીને ૨॥ અઢી વર્ષ પનોતી દેવીની તે પણ કેશરી રંગની સળંગ નિહાળવા મળે છે. (૫) સતિ સંજ્ઞાની, (૬) માતા છાયા શનિદેવના, (૭) સાતમી મૂર્તિ શનિદેવના ભાઇ યમદેવનો બોળિયો પાડો છે તેને યમદેવના વાહન તરીકે ઓળખવામાં આવે છે. (૮) બે શિવલિંગ મૂર્તિઓ ખંડિત કરેલ આશરે (૯૮૩) વર્ષ પૂર્વેની લૂંટ કરીને તોડેલ મનાય છે…! શનિ મંદિરના દરવાજા પાસે ચાર
પાળિયા જેવી વિચિત્ર રંગવાળી ખાંભી કે
પાળિયાની કૃતિ જેવા છે. જેમાં આ પથ્થરોને અડધા કેશરી નીચે કાળા રંગના ખાંભી જેવા શંકર મહાદેવ, શ્રી ગણપતિજી તે પથ્થરમાં જરાતરા આકૃતિ નિહાળવવા મળે છે. નાગદેવતા તેની વિરાટ ફેણ દેખાય છે.

RELATED ARTICLES

Most Popular