શમિતા શેટ્ટી અને રાકેશ બાપટનું Break Up

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલીવૂડની દુનિયા ઝાકઝમાળની દુનિયા છે. અહીં જેટલી ઝડપથી સંબંધો બંધાય છે એની બમણી ઝડપથી સંબંધો તૂટતા પણ જોવા મળે છે. હવે બોલીવૂડના જાણીતા કપલે અલગ થવાની જાહેરાત કરી છે. શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ બંનેના રસ્તા હવે અલગ થઈ ગયા છે. આ કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેમના બ્રેકઅપના સમાચાર આપ્યા હતા. તેમણે કહ્યું કે ચાહકો દુઃખી થશે પરંતુ એ સાચું છે કે અમે હવે સાથે નથી.
છેલ્લા બિગ બોસ ઓટીટીમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ બંનેએ ભાગ લીધો હતો. બંને ઓટીટીના બહુચર્ચિત યુગલ હતા. બંનેની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવી હતી. આ કપલ શોમાં કિસ કરતા પણ જોવા મળ્યું હતું. રાકેશ અને શમિતાએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે બંને હવે સાથે નથી. શમિતા શેટ્ટી બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે. રાકેશે ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ લખીને તેના ચાહકોને બ્રેક-અપ અંગે વાકેફ કર્યા હતા.
ગયા વર્ષે બિગ બોસ ઓટીટીમાં શરૂ થયેલી આ લવ સ્ટોરી એક વર્ષ પણ ટકી ન હતી. રાકેશ પણ બિગ બોસ સીઝન 15માં શમિતાને સપોર્ટ કરવા આવ્યો હતો. આ વર્ષે શમિતાના જન્મદિવસ પર આ કપલ પણ આખા પરિવાર સાથે જોવા મળ્યું હતું. જોકે, બ્રેકઅપના આ સમાચાર નવા નથી. આ પહેલા પણ એવા સમાચાર આવ્યા હતા કે રાકેશ પુણે શિફ્ટ થવા માંગે છે, જેના કારણે શમિતા ખુશ નથી. પરંતુ બાદમાં શમિતાએ પોતે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.