નવી દિલ્હીઃ દેશમાં જાહેર પરિવહન માટે ભારતીય રેલવે સૌથી સસ્તું અને ઝડપી સાધન છે, પરંતુ રેલવેને પેસેન્જર સેગમેન્ટમાંથી નોંધપાત્ર આવક (તેની સામે ગૂડસ ટ્રેનમાં વધુ આવક થાય) થતી નથી એ સત્ય બાબત છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશમાં ટિકિટ વિના મુસાફરી કરવાનું પ્રમાણ વધ્યું હોવાનું આરટીઆઈમાં જાણવા મળ્યું છે. 2022-23ના નાણાકીય વર્ષમાં રેલવેએ ટિકિટ વિના મુસાફરી કરનારા 3.6 કરોડ લોકોને પકડ્યા હતા અને દંડ કર્યો હતો. આ સંખ્યા ગ્રીસ, પોર્ટુગલ સહિત સ્વીડન જેવા ત્રણ દેશની વસ્તીની સંખ્યા કરતા પણ ફોકડિયા પ્રવાસીની સંખ્યા વધારે છે. 2022-23માં 3.6 કરોડ ખુદાબક્ષ પકડાયા હતા, 2019-2020માં, 1.10 કરોડ લોકો ટિકિટ વિના અથવા ખોટી ટિકિટ સાથે મુસાફરી કરતા પકડાયા હતા, 2021-22માં આ સંખ્યા વધીને 2.7 કરોડ હતી.
ભારતમાં રેલવે મુસાફરોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે ત્યારે એવા લાખો કરોડો લોકોની છે જેઓ ટિકિટ વિના ટ્રેનોમાં મુસાફરી કરે છે. જો પકડાય તો દંડ થાય છે, પરંતુ દંડ ભરવા તૈયાર રહે છે પણ ટિકિટ નહીં. સૌથી રસપ્રદ બાબત એ છે કે ગયા નાણાકીય વર્ષમાં ભારતીય રેલવેએ સ્વીડન, ગ્રીસ અને પોર્ટુગલની વસ્તી કરતા વધુ લોકોને દંડ ફટકાર્યો હતો, જેઓ ટિકિટ વિના અથવા ખોટી ટિકિટ પર પ્રવાસ કરતા હતા, એવું એક આરટીઆઈના અહેવાલમાં જાણવા મળ્યું છે.
મધ્યપ્રદેશના આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગ્વાર દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ભારતીય રેલવેએએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પકડેલા ખુદાબક્ષ અને તેમની પાસેથી વસૂલવામાં આવેલા દંડની રકમ જણાવી હતી. રેલવેના અહેવાલ અનુસાર પ્રવાસીઓ પાસેથી વસૂલવામાં આવેલા દંડની કમાણી નાણાકીય વર્ષ 2020-21માં 152 કરોડ રૂપિયા હતી, જે નાણાકીય વર્ષ 2021-22માં વધીને 1,574.73 કરોડ રૂપિયા થઈ છે. નાણાકીય વર્ષ 2022-23માં આ આવકમાં વધારો થયો હતો અને અંતિમ આંકડો 2,260.05 કરોડ રૂપિયા થયો હતો. નાણાકીય વર્ષ 2022-23માં રેલવે દ્વારા ટિકિટ વિના પકડાયેલા મુસાફરોની સંખ્યા ઘણા નાના દેશોની વસ્તી કરતા વધુ છે.
જો પકડાય છે, તો ટિકિટ વિનાના મુસાફરને ટિકિટની વાસ્તવિક કિંમત સાથે ઓછામાં ઓછા 250 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કોઈ વ્યક્તિ દંડ ભરવાનો ઇનકાર કરે છે અથવા દંડ ભરવા માટે પૈસા નથી, તો આવા લોકોને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ને સોંપવામાં આવે છે અને રેલવે એક્ટની કલમ 137 હેઠળ કેસ નોંધવામાં આવે છે. ડિફોલ્ટરને પછી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે, જે 1,000 રૂપિયા સુધીનો દંડ કરી શકે છે. જો વ્યક્તિ હજુ પણ દંડ ન ભરે તો તેને છ મહિના સુધીની જેલ થઈ શકે છે.
તમને જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા 3.6 કરોડ છે, જે સ્વીડન, પોર્ટુગલ અને ગ્રીસની કુલ વસ્તી કરતા વધુ છે. હાલમાં, સ્વીડનની વસ્તી 1.4 કરોડ, પોર્ટુગલની વસ્તી 1.3 કરોડ અને ગ્રીસની વસ્તી 1.6 કરોડની છે. દુનિયામાં એવા ઘણા દેશો છે જેમની વસ્તી એક કરોડ પણ નથી, પરંતુ ભારતમાં ટ્રેનના પેસેન્જર નહીં પણ ટિકિટ વિના મુસાફરી કરનારાની સંખ્યા જે તે દેશોની વસ્તી કરતા વધારે લોકો ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરે છે.