શમા સિકંદરના નવા લુકે ધબકારા વધારી દીધા…

ફિલ્મી ફંડા

શમા સિકંદર તેના બોલ્ડ એક્ટથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી રહી છે. આજે ચાહકો તેની એક ઝલક માટે આતુર છે. શમાએ તેના દેખાવને કારણે લોકોમાં ખાસ ઓળખ મેળવી છે. આજે ચાહકો તેના દરેક નવા લુકને લઈને ખૂબ જ ઉત્સુક હોય છે. આ કારણે શમાના ફેન્સની યાદી પણ સતત વધી રહી છે. હવે ફરી શમાના નવા લુકે ધબકારા વધારી દીધા છે.


શમા સિકંદરે ટીવીથી લઈને બોલીવૂડ ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. જોકે, તેની કોઈપણ ભૂમિકાને બહુ પ્રશંસા મળી નથી. શમા હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય થઈ ગઈ છે. તે પોતાના લુકની ઝલક સાથે ચાહકોના હૃદયના ધબકારા પણ વધારી દે છે. લેટેસ્ટ ફોટોઝમાં શમાના નવા અવતારને જોઈને ફેન્સ તેમની નજર હટાવી શકતા નથી.

શમા આ ફોટોમાં બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. આ બ્રાલેટ ડ્રેસ સાથે, અભિનેત્રીએ સફેદ રંગનો શર્ટ પહેર્યો છે, જે ઉતારીને તેણે કેમેરાની સામે પોઝ આપ્યો છે. શમાએ બ્રાઉનિશ સ્મોકી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને કાનમાં નાની હૂપ ઈયરિંગ્સ પહેરી છે. આ લુકમાં શમા ઘણી હોટ લાગી રહી છે.શમા સિકંદર 40 વર્ષની છે. આ ઉંમરે પણ શમાએ પોતાની જાતને એકદમ ફિટ રાખી છે. એટલું જ નહીં, તે પોતાના બોલ્ડ લુકથી આજની અભિનેત્રીઓને પણ ટક્કર આપી શકે છે. માનવામાં નથી આવતું! તો તમારી નજરે જોઇ લો….

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.