શાલિન ભનોટ… ટચુકડા પડદાનું એક એવું નામ કે જે ખાસ કોઈ પરિચયનો મોહતાજ નથી અને હવે આ જ ટચુકડા પડદાના હીરો સાથે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે શૂટિંગ દરમિયાન તેને ઈજા પહોંચી છે.
શાલિને હાલમાં જ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ 16માં ભાગ લીધો હતો. હવે શાલિન ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે અને તેનું કારણ છે તેને ટીવી સિરિયલના સેટ પર નડેલો અકસ્માત. શાલિનની નવી સિરીયલ બેકાબુ શનિવારથી જ ચાલુ થઈ છે ને આ જ ટીવી સિરિયલના સેટ પર શાલિનને ગંભીર ઈજા પહોંચી છે.
જોકે શાલિને આ એક્સિડન્ટ બાદ પણ શો મસ્ટ ગો ઓનના ન્યાયે શૂટિંગ ચાલુ જ રાખ્યું હતું. આ સિરીયલ વિશે વાત કરતાં શાલિને જણાવ્યું હતું કે જ્યારે હું પહેલી વખત આ સિરીયલના સેટ પર પહોંચ્યો ત્યારે ખૂબ જ ગભરાયેલો હતો…
સિરીયલના એક એક્શન સીનનું શૂટિંગ કરતી વખત શાલિનને આ અકસ્માત નડ્યો હતો અને તેને કારણે તેના શરીર પર અનેક જગ્યાએ જખમ થઈ ગઈ હતી. શાલિનના ચાહકો તેને નડેલાં આ અકસ્માતને કારણે તેના ચાહકો ખૂબ જ ચિંતામાં પડી ગયા છે. ઈજાઓ છતાં શાલિને શૂટ પૂરું કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે શાલિન હાલમાં જ રિયાલિટી ટીવી શો બિગ બોસની 16મી સિઝનમાં જોવા મળ્યો હતો અને આ સિઝનમાં ટીવી એક્ટ્રેસ ટીના દત્તા સાથેના તેના સંબંધોને કારણે તે ખાસ્સો એવો ચર્ચામાં જોવા મળ્યો હતો. શાલિન ભનોટની ગણતરી ટચૂકડાં પડદાના ખૂબ જ લોકપ્રિય એક્ટરમાં કરવામાં આવે છે.
સેટ પર નડ્યો આ એક્ટરને એક્સિડન્ટ
RELATED ARTICLES