એ વાત ખરી કે આજકાલ ફિલ્મ સ્ટાર્સના ખર્ચા કે મોંઘા શોખ વિશે જાણીને બહુ આશ્ચર્ય થતું નથી, પરંતુ અમુક વસ્તુઓના ભાવ સાંભળીને કાન સરવા થયા વિના રહે નહીં. પઠાણ ફિલ્મની રીલિઝ બાદ જેનો સારો સમય ફરી શરૂ થયો છે તેવા કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ઘડિયાળનો ભાવ પણ કંઈક આવો જ છે. હા, શાહરૂખ હાલમાં એક પ્રમોશન પ્રોગ્રામમાં આવ્યો હતો ત્યારે તેના હાથમાં બ્લુ કલરની એક ઘડિયાળ હતી, જેની કિંમત પાંચ કરોડ હોવાનું માનવામાં આવે છે. તેના હાથમા ઘડિયાળ જોઈને નેટીઝન્સે તેનો ભાવ નેટ પરથી શોધી કાઢ્યો હતો જે રૂ. 4.98 કરોડ હોવાનું કહેવાય છે.
શાહરૂખનો રીસ્ટ વોચ માટેનો પ્રેમ જગજાહેર છે. અગાઉ અનુષ્કા શર્માએ એક શોમાં કહ્યું હતું કે તેને ચાન્સ મળે તો તે એસઆરકેના વોચ કલેક્શનને ચોરી લેવા માગશે. શાહરૂખનીન ગણનાના દુનિયાના શ્રીમંત અભિનેતાઓમાં થાય છે. તેનો બંગ્લો મન્નત રૂ. 200 કરોડનો હોવાનું કહેવાય છે. આવો જ મોટો બંગલો દિલ્હીમાં પણ છે. આ સાથે ઘણી મોંઘી કારનું કલેક્શન પણ આ હીરો પાસે છે.