શાહરૂખ ખાને ફરી એકવાર સાબિત કર્યું છે કે તેને બોલિવૂડનો બાદશાહ અમસ્તા જ નથી કહેતા. શાહરૂખ ખાન ફિલ્મ ‘પઠાણ’ સાથે 4 વર્ષ પછી ઇન્ડસ્ટ્રીમાં પાછો ફર્યો છે અને તેણે એવું કમબેક કર્યું છે કે બોલિવૂડ પર છવાયેલા સંકટના વાદળો એક જ ઝાટકે હટી ગયા છે. એક રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની ફિલ્મે 11માં દિવસે કમાણીના મામલે ભારતીય બોક્સ ઓફિસ પર 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાને પઠાણના પ્રમોશન માટે સોશિયલ મીડિયા પસંદ કર્યું હતું અને તેનો આ પ્રયોગ સફળ રહ્યો હતો. ફિલ્મની રજૂઆત બાદ પણ શાહરૂખ તેના ચાહકો સાથે સતત સંપર્કમાં છે.
તાજેતરમાં #AskSRK સેશનમાં એક ઈન્ટરનેટ યુઝરે શાહરુખને પઠાણની વાસ્તવિક કમાણી વિશે પૂછ્યું, જેના પર શાહરૂખે આપ્યો એવો જવાબ, જેને સાંભળીને તેને નફરત કરનારાઓ પણ ચોંકી જશે. શાહરૂખ ખાને કહ્યું હતું કે, 5000 કરોડ પ્રેમ, 3000 કરોડ અભિનંદન, 3250 કરોડ હગ્સ… 2 અબજ સ્મિત અને ગણતરી હજુ ચાલુ છે. તમારો એકાઉન્ટન્ટ શું કહે છે?
#AskSRK સેશનમાં શાહરૂખ ખાનને જ્યારે પઠાન ફિલ્મના પસંદગીના સીન વિશે પૂછવામાં આવ્યું ત્યારે શાહરૂખે કહ્યું કે, જ્યારે તે અને દીપિકા લોક ખોલવાના સીન માટે જંપ કરી રહ્યા હતા ત્યારે બંનેન હાથમાંથઈ તાળા-ચાવી વારંવાર પડી જતા હતા.