પઠાણ ફિલ્મથી ફરી ચાહકોના દિલ પર છવાયેલા અભિનેતા શાહરૂખ ખાન વિશે અરબાઝ ખાને એક કમેન્ટ કરી અને તેમાં તેનામાં આ સ્કીલ ન હોવાનું જણાવ્યું. આ સાથે આ સ્કીલમાં બીગ બી અમિતાભ બચ્ચન અને સલમાન ખાન શાહરૂખ કરતા ઘણા ચડિયાતા હોવાનું પણ કહ્યું હતું.
બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાને પોતાના ટોક શો ‘ધ ઈન્વિન્સીબલ્સ વિથ અરબાઝ ખાન’ માં એક ઇન્ટરવ્યુ દરમિયાન શો હોસ્ટિંગને લઈને શાહરૂખ ખાન વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, શાહરૂખ ખાન નાના પડદા પર જાદુ ચલાવી શક્યો નથી.
અરબાઝ ખાન પોતાના શોમાં ફિલ્મ સ્ટાર્સ સાથે વાતચીત કરે છે અને તેમની પર્સનલ લાઇફ અંગે નવા ખુલાસા કરે છે. આ શોમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ આવી ચૂક્યા છે. જેમાં હેલન અને જાવેદ અખ્તર પણ સામેલ છે. તેણે કહ્યું હતું કે ટીવી શોને શાહરૂખ કરતા અમિતભ અને સલમાન સારી રીતે હોસ્ટ કરી શકે છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન તે શો હોસ્ટિંગને લઈને શાહરૂખ ખાન વિશે વાત કરી રહ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, સલમાન ખાને દસ કા દમથી બાઉન્સ કર્યો અને અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિને શાનદાર રીતે હોસ્ટ કરે છે. આ ટેલિવિઝન રિયાલિટી શો પછી તેની ફિલ્મી કરિયર પુનઃજીવિત થઈ હતી, પરંતુ શાહરૂખ ખાન આવું ન કરી શક્યો.
તેને સીધી રીતે શાહરૂખ ખાનની હોસ્ટિંગ સ્કિલ પર સવાલ ઉઠાવ્યા હતા. શાહરૂખે કેબીસીની એક સિઝન હોસ્ટ કરી હતી, પરંતુ તેને જોઈએ તેવી સફળતા મળી ન હતી. આ શો દ્વારા બીગબીએ જબરી સફળતા મેળવી અને તેની એક પછી એક સિઝન આવી રહી છે.
અરબાઝ ખાને કહ્યું, ‘મને લાગે છે કે કિંગ ખાન ટીવી પર નાઇસનેસ અને નેચરલિઝમ બતાવી શક્યો નથી. લોકોને તે ફેક અને દેખાવો લાગ્યું હશે. વાત એ છે કે તમે ટીવી પર ફેક ન બની શકો, કાં તો તમારે અમિતાભ બચ્ચન જેવું સ્માર્ટ બનવું પડશે. અમિતાભ બચ્ચન તેમના દર્શકોને જાણે છે અને સમજે છે, પરંતુ શાહરૂખ ખાન આમ કરી શક્યો નહીં.’
હવે અરબાઝ ભાઈ, તમે પણ એક્ટિંગમાં, ફિલ્મ મેકિંગમાં કે હોસ્ટિંગમાં ખાસ કઈ ઉકાળી શક્યા નથી. પણ ઠીક છે સૌને પોતાની વાત કહેવાનો હક છે, બાકી શાહરૂખના ચાહકોને માટે તો તેની એક્ટિંગ, ડાન્સિંગ અને રોમાન્સિંગ સ્કીલ જ કાફી લાગે છે.