અડધો કલાક પીડામાં રહ્યો
પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે લાઈમલાઈટમાં રહેતા શહેજાદા ફેમ એક્ટર કાર્તિક આર્યનને લઈને મોટા સમાચાર આવ્યા છે. અભિનેતા કાર્તિક આર્યન સાથે લાઇવ શોમાં પર્ફોર્મન્સ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. કાર્તિકને પગમાં ગંભીર ઈજા થઇ છે. કાર્તિક સ્ટેજ પર જ 20 થી 30 મિનિટ સુધી દર્દથી પીડાતો રહ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિકે તાજેતરમાં એક ઈવેન્ટમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. શો દરમિયાન અભિનેતાને અકસ્માત થયો હતો જેમાં તેને પગમાં ગંભીર ઈજા થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે શો સમાપ્ત થવાનો હતો ત્યારે કાર્તિક આર્યન તેની બ્લોકબસ્ટર ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ના સિગ્નેચર સ્ટેપ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ મચકોડાઇ ગયો હતો. આ ઈજા એટલી ગંભીર હતી કે અભિનેતા સ્ટેજ પર પોતાનો પગ પણ રાખી શક્યો ન હતો.
મળતી માહિતી મુજબ, લાઈવ પરફોર્મન્સ દરમિયાન શોમાં હાજર લોકોને પહેલા તો લાગ્યું કે કાર્તિક મજાક કરી રહ્યો છે, પરંતુ જ્યારે તેણે તેની હાલત જોઈ તો બધા ડરી ગયા. સૂત્રના જણાવ્યા અનુસાર અભિનેતાએ તેની ઈજાની વાત લાંબા સમય સુધી છુપાવી રાખી હતી જેથી તેના ચાહકો હેરાન ન થાય.
મેડિકલ હેલ્પ ના આવે ત્યાં સુધી કાર્તિક આર્યન સ્ટેજ પર 20 થી 30 મિનિટ સુધી દર્દથી પીડાતો રહ્યો. મેડિકલ ટીમ અને ફિઝિયોથેરાપિસ્ટે આવીને તેના પગની ઘૂંટીની તપાસ કરી અને તેને પીડામાંથી મુક્તિ અપાવી હતી. આ પછી ડોક્ટરની મદદથી કાર્તિક આર્યનનો પગ જમીન પર રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન દરેક લોકો ખૂબ જ ડરી ગયા હતા.
આ ફિલ્મોમાં જોવા મળશે કાર્તિક આર્યન
કાર્તિક છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મોને કારણે ચર્ચામાં છે. સાથે જ તેની ફિલ્મોને લઈને પણ લોકોમાં ભારે ઉત્તેજના છે. અભિનેતાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં તે કેપ્ટન ઇન્ડિયા, સત્યપ્રેમ કથા, લુકા છુપી 2 ઉપરાંત ડિરેક્ટર કબીર ખાન સાથેની એક ફિલ્મમાં જોવા મળશે.