Zimbabwe સિરીઝમાં ઘાયલ થયેલા વોશિંગટન સુંદરની જગ્યાએ RCBના આ ધુરંધર ખેલાડીને આપવામાં આવ્યું સ્થાન, BCCIએ કરી જાહેરાત

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

India vs Zimbabwe 2022: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઝીમ્બાબ્વે (Zimbabwe) ટૂર પર છે. છ વર્ષ બાદ ભારત ઝિમ્બાબ્વેમાં વનડે સિરીઝ રમશે. છેલ્લાં 25 વર્ષથી ભારતે ઝિમ્બાબ્વેની ધરતી પર જીત હાંસલ કરી છે ત્યારે આ રેકોર્ડને જાળવી રાખવા માટે ભારતીય ટીમ કમરતોડ મહેનત કરી રહી છે. કે. એલ. રાહુલની કેપ્ટનશિપ હેઠળ 18 ઓગસ્ટથી ત્રણ વનડે સિરીઝ શરૂ થશે.

મળતી માહિતી અનુસાર ઝીમ્બાબ્વે સામેની શ્રેણીમાં ભારતીય ટીમનો ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત થઈ ગયો છે. તેના સ્થાને પહેલી વખત આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સના સ્ટાર પ્લેયર શાહબાઝ એહમદને સ્થાન મળ્યું છે. આ અંગે બીસીસીઆઈ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

 

નોંધનીય છે કે આ સિરીઝ માટે પહેલા કે. એલ. રાહુલની પસંદગી કરવામાં આવી નહોતી. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ શિખર ધવનની જગ્યાએ ભારતીય ટીમની કમાન કે. એલ. રાહુલના હાથમાં સોંપવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.