અભિનેતા શાહરૂખ ખાન હાલમાં તેની ફિલ્મ ‘પઠાણ’ના કારણે ચર્ચામાં છે. બીજી તરફ કિંગ ખાનનો પુત્ર આર્યન ખાન (aryan khan) એક વીડિયોના કારણે ચર્ચામાં આવ્યો છે. આર્યનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આર્યનનું નામ ડ્રગ્સ કેસમાં આવ્યા બાદ તે પોતાની પર્સનલ લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ ઉપરાંત તેના ઘણા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આર્યન હંમેશા લોકોના નિશાના પર રહે છે. અત્યારે પણ નેટીઝન્સે આર્યન ખાનના વર્તન પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક નેટીઝને ટિપ્પણી કરી, એક નેટીઝને ટિપ્પણી કરી, ‘તેનું વલણ આવું અકડું કેમ છે…’, તો બીજાએ લખ્યું કે ‘આર્યન તેના પિતાના પૈસા ઉડાવવા સિવાય બીજું શું કરે છે…’. ઘણા નેટીઝન્સે એમ પણ કહ્યું છે કે આર્યન ખાન ક્યારેય શાહરૂખ ખાન નહીં બની શકે.
આર્યન હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેના વલણને કારણે ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં આર્યન તેની રેન્જ રોવર કારમાંથી બહાર નીકળે છે. ત્યારે ત્યાં ઉભેલા પાપારાઝી આર્યનને રોકાવાની વિનંતી કરે છે. પરંતુ આર્યન ખાન પાપારાઝીની અવગણના કરે છે અને તેના સ્ટાફ સાથે નીકળી જાય છે.
ઘણા લોકોએ આર્યનના આ વીડિયો પર કોમેન્ટ કરીને તેનો વિરોધ કર્યો છે.
શાહરૂખના ચાહકોની સંખ્યા મોટી છે, તો બીજી તરફ આર્યનની ટીકા કરનારાઓની સંખ્યા પણ મોટી છે. આ વીડિયો વાયરલ થતા જ આર્યન ફરી વિવાદમાં આવી ગયો છે.
આર્યન ખાનના કરિયરની વાત કરીએ તો આર્યનને એક્ટિંગમાં રસ નથી. આર્યન ફિલ્મ મેકિંગ અને ક્રિએટિવ ફિલ્ડમાં કરિયર બનાવવા માંગે છે.
View this post on Instagram