ડ્રગ્સ કેસમાં ક્લીન ચીટ મળ્યા બાદ શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન પાર્ટી કરતો જોવા મળ્યો હતો. મુંબઈના એક નાઈટ ક્લબમાં ડ્રિંક કરી રહેલા આર્યન ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે પોતાના મિત્રો સાથે સેલિબ્રેશન કરી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. ઘણા લોકો દારૂ પીવા બદલ આર્યનની ટીકા કરી રહ્યા છે, તો કેટલાક લોકો કહે છે કે તેના અંગત જીવનને જાહેર કરવું એ યોગ્ય નથી.

ગયા વર્ષે ડ્રગ્સ કેસમાં એનસીબીએ આર્યન ખાનની ધરપકડ કરી હતી અને તેને કારણે ઘણા દિવસો તેને જેલમાં વિતાવવા પડ્યા હતાં. જોકે, થોડા સમય પહેલા તેને એનસીબી કોર્ટ તરફથી ક્લિનચીટ મળી ગઈ હતી. એનસીબીએ આર્યન ખાન સહિત પાંચ લોકોને પુરાવા ન મળતા મુક્ત કર્યા હતા. એટલું જ નહીં સ્પેશિયલ કોર્ટે આર્યન ખાનનો પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો હતો.