Homeફિલ્મી ફંડાકિંગ ખાનને એરપોર્ટ પર રોકવામાં આવ્યો, એક કલાક સુધી પૂછતાછ થઇ, કારણ...

કિંગ ખાનને એરપોર્ટ પર રોકવામાં આવ્યો, એક કલાક સુધી પૂછતાછ થઇ, કારણ જાણો….

કસ્ટમ વિભાગે શુક્રવારે મોડી રાત્રે બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને તેની ટીમને મુંબઈ એરપોર્ટ પર રોકી દીધા હતા. લગભગ એક કલાકની પૂછપરછ બાદ શાહરૂખ ખાન અને તેની મેનેજર પૂજા દદલાની એરપોર્ટની બહાર નીકળી શક્યા હતા, પરંતુ કિંગ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમ કસ્ટમ દ્વારા રોકી રાખવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, શાહરૂખ ખાનની લાખો રૂપિયાની ઘડિયાળો ભારતમાં લાવવા, તેની બેગમાંથી મોંઘી ઘડિયાળોના ખાલી બોક્સ મળવા અને કસ્ટમ ડ્યુટી ન ચૂકવવા બદલ પૂછપરછ કરવામાં આવી હતી.
શાહરૂખ ખાન એક બુક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ખાનગી ચાર્ટર ફ્લાઇટમાં પોતાની ટીમ સાથે દુબઈ ગયા હતા. તેઓ ખાનગી ચાર્ટર ફ્લાઈટ દ્વારા ગઈકાલે રાત્રે 12:30 વાગ્યે મુંબઈ પરત ફર્યા હતા. રેડ ચેનલ પાર કરતી વખતે, કસ્ટમને શાહરૂખ ખાન અને તેની ટીમની બેગમાંથી લાખો રૂપિયાની ઘડિયાળો મળી આવી હતી. આ પછી કસ્ટમે બધાને રોક્યા હતા અને તેમની બેગની તપાસ કરી હતી. તપાસ દરમિયાન બેગમાંથી ઘણી મોંઘી ઘડિયાળો, બાબુન અને ઝુર્બક ઘડિયાળો, રોલેક્સ ઘડિયાળના 6 બોક્સ, સ્પિરિટ બ્રાન્ડની ઘડિયાળો (અંદાજે રૂ. 8 લાખ), એપલ સિરીઝની ઘડિયાળો મળી આવી હતી. સાથે ઘડિયાળના ખાલી બોક્સ પણ મળી આવ્યા હતા. કસ્ટમ્સે આ ઘડિયાળોનું મૂલ્યાંકન કર્યું તો તેના પર 17 લાખ 56 હજાર 500 રૂપિયાની કસ્ટમ ડ્યુટીચૂકવવાની થતી હતી. આ પછી કરોડો રૂપિયાની આ ઘડિયાળો પર ટેક્સ ચૂકવવાની વાત થઈ હતી. એક કલાક લાંબી પ્રક્રિયા બાદ શાહરૂખ અને પૂજા દદલાનીને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવ્યા હતા પરંતુ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમના સભ્યોને સવારે 8 વાગ્યા સુધી અટકાવી રાખવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular