બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને તાજેતરમાં તેની ડેબ્યૂ ફિલ્મ ‘અર્ચીઝ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મની રૈપ-અપ પાર્ટીમાં તે ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી. બોલ્ડનેસની બાબતમાં શાહરુખની દીકરી મોટીમોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. સુહાના તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવારનવાર ફેશનેબલ ફોટો શેર કરતી હોય છે ત્યારે તાજેતરમાં તે લાલ કલરના બોડીકોન ડ્રેસમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ડ્રેસ સાથે તેણે ન્યૂડ મેકઅપ અને મેસી હેરબનમાં ખૂબ જ સિઝલિંગ લાગી રહી હતી. ચાહકો તેના આ લૂકની ખૂબ જ પ્રસંશા કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુહાના આવતા વર્ષે ઝોયા અખ્તરની ફિલ્મ ‘અર્ચીઝ’થી બોલીવૂડમાં પદાર્પણ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં સુહાના સાથે બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગત્સ્ય નંદા પણ બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ ર