Mumbai: બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની આગામી ખૂબ જ બહુચર્ચિત ફિલ્મ પઠાનનું લૂક રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને લઈને તેના ચાહકો છેલ્લાં ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે શાહરુખ ખાને આતુરતાનો અંત આણી દીધો છે અને પઠાન ફિલ્મના લૂકને રિલીઝ કર્યો હતો.
મહત્ત્વની વાત એ પણ છે કે 25 જૂન એટલે કે આજે શાહરુખે બોલીવૂડમાં 30 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ અવસરે કિંગ ખાને પોતાના ડ્રિમ પ્રોજેક્ટનો લૂક શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, 30 વર્ષ પૂરા થયાં અને હજુ પણ આગળ આવશે કારણ કે આપનો પ્રેમ અનંત છે. 25 જાન્યુઆરી 2023ના દિવસે પઠાન ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.
30 yrs and not counting cos ur love & smiles have been infinite. Here’s to continuing with #Pathaan.
Celebrate #Pathaan with #YRF50 on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. @deepikapadukone | @TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/tmLIfQfwUh
— Shah Rukh Khan (@iamsrk) June 25, 2022
શાહરુખ ખાનનો આ લૂક પહેલાની તમામ ફિલ્મો કરતાં હટકે છે. ચાહકોને તેનો આ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લૂક રિલીઝ થતાંની સાથે તે ટ્વિટર પર ટ્રેન્ડ થઈ ગયું હતું. ફિલ્મને લઈને ચાહકોનો ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે અને મોટા ભાગના યુઝર્સે કિંગ ખાનના લૂકને જોયા બાદ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી દીધી છે.