Homeટોપ ન્યૂઝશાહરૂખ ખાને તેના ફેન્સ સાથે 57માં જન્મદિવસની ઉજવણી કરી

શાહરૂખ ખાને તેના ફેન્સ સાથે 57માં જન્મદિવસની ઉજવણી કરી

પોતાની અભિનયક્ષમતાથી ચાહકોને દિવાના બનાવનાર બોલીવૂડના કિંગ ખાન આજે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શાહરૂખ ખાનનો જન્મદિવસ તેના ચાહકો માટે કોઈ તહેવારથી ઓછો નથી. મધરાતથી જ તેમના ચાહકોની ભીડ મન્નતની બહાર ભેગી થઇ હતી. તેઓ હેપ્પી બર્થ ડે કિંગ ખાનના પોસ્ટર હાથમાં લઇને શાહરૂખની ફિલ્મોના ગીતો ગાતા હતા.
શાહરૂખ ખાન બોલીવૂડના એવા કલાકારોમાંથી એક છે, જેમણે પોતાની એક્ટિંગના આધારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. માત્ર ભારતીયો જ નહીં, વિદેશમાં પણ અભિનેતાના લાખો ચાહકો છે. શાહરૂખ ખાનને રોમાંસનો રાજા કહેવામાં આવે છે. દિલીપ કુમાર પછી શાહરૂખ ખાન એકમાત્ર એવો અભિનેતા છે જેણે સૌથી વધુ ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. શાહરૂખે ટીવી શો ફૌજીથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
આ દરમિયાન શાહરૂખે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા હતા. શાહરૂખે વર્ષ 1992માં દિવાના ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ માટે અભિનેતાને બેસ્ટ ડેબ્યુ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ત્યાર બાદ શાહરૂખ ખાને પાછું વળીને જોયું નથી. તેમણે એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે. શાહરૂખ આજે જ્યાં છે ત્યાં પહોંચવું આસાન નથી. શાહરૂખ ખાનના પ્રશંસક અને ચાહકોએ કેટલીક અદ્ભુત શુભેચ્છાઓ અને શાયરીઓની મદદથી તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
આપણે પણ કિંગ ખાનને જન્મ દિવસની શુભેચ્છાઓ આપીએ.

RELATED ARTICLES

Most Popular