Homeદેશ વિદેશવિશ્વની સૌથી મોટી કેક સ્પર્ધામાં 'ઓમ શાંતિ ઓમ'ના શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ...

વિશ્વની સૌથી મોટી કેક સ્પર્ધામાં ‘ઓમ શાંતિ ઓમ’ના શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ છવાયા

2007માં રિલીઝ થયેલી ફરાહ ખાનની ફિલ્મ, ઓમ શાંતિ ઓમે, 9 નવેમ્બરના રોજ 15 વર્ષ પૂરાં કર્યાં હતા. આ ફિલ્મથી દીપિકા પાદુકોણે બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. ફિલ્મમાં તેણે શાહરૂખ ખાન સાથે જોડી બનાવી હતી. આ ફિલ્મ રિલીઝ થતાં જ તેને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. શાહરૂખ ખાનના દરેક ડાયલોગ હંમેશની જેમ જ લોકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવ્યા હતા. તેના સીન્સની કોરિયોગ્રાફી પણ ઘણી પસંદ કરવામાં આવી હતી. તાજેતરમાં જ, ફિલ્મ મર્યાદિત સ્ક્રીનીંગ સાથે સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ હતી . હવે, ફરાહ ખાન દિગ્દર્શિત ફિલ્મને વિશ્વની સૌથી મોટી કેક સ્પર્ધામાં મધુર શ્રદ્ધાંજલિ મળી છે.
હવે આ ફિલ્મના આઇકોનિક પોઝની કેક બનાવવામાં આવી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. ટીના સ્કોટ પરાશર નામની ભારતીય મહિલાએ SRK અને દીપિકાની વિશાળ કેક બનાવી છે. વિશ્વની સૌથી મોટી કેક સ્પર્ધામાં ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ નો ફેમસ પોઝનો કેક દર્શાવવામાં આવ્યો છે, જેમાં દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન નૃત્ય કરતા નજરે પડે છે. તેને કેક તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
ટીના સ્કોટ પરાશર દ્વારા બનાવવામાં આવેલ દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનને દર્શાવતી આ અદભૂત કેક હવે સ્પર્ધામાં આકર્ષણનું કેન્દ્ર છે. મળતી માહિતી મુજબ આ સ્ટેચ્યુ કેક બનાવવામાં તેમને એક મહિનાનો લાંબો સમય લાગ્યો છે.
દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન અત્યાર સુધી ત્રણ ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે જેમાં ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો સમાવેશ થાય છે અને બંનેની જોડીને દર્શકોએ દર વખતે પસંદ કરી છે. તમને જણાવી દઈએ કે હવે ફિલ્મ ‘પઠાણ’માં દર્શકો ચોથી વખત આ જોડીને પડદા પર એકસાથે જોવાના છે. જોકે આ વખતે માત્ર કિંગ ખાન જ નહીં પરંતુ દીપિકા પાદુકોણ પણ જબરદસ્ત એક્શન કરતી જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular