કતાર ફિફા વર્લ્ડ કપ દરમિયાન ચાહકો માટે સખત નો-સેક્સનો નિયમ

સ્પોર્ટસ

ફિફા વર્લ્ડ કપ પ્રથમ વખત મધ્ય પૂર્વના દેશ કતારમાં યોજાઈ રહ્યો છે. ફિફા વર્લ્ડ કપ-કતાર 2022, 21 નવેમ્બરથી શરૂ થશે અને ફાઈનલ 18 ડિસેમ્બરે રમાશે. લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, રોબર્ટ લેવાન્ડોવસ્કી, કરીમ બેન્ઝેમા, નેમાર અને લુકા મોડ્રિક જેવા ઘણા ઘણા ટોચના સુપરસ્ટાર્સ એમાં ભાગ લઇ રહ્યા છે.
દુનિયાભરના લોકોનો ફેવરિટ સ્પોર્ટ્સ એટલે કે ફિફા વર્લ્ડ કપની રાહ કરોડો લોકો જોઇ રહ્યા છે. અનેક ચાહકો ટૂર્નામેન્ટ જોવા માટે કતારની મુસાફરી કરવાની યોજના ધરાવે છે. તેઓએ કતારના કાયદા અને રિવાજો પર ખૂબ ધ્યાન આપવાની જરૂર પડશે.
કતારમાં લગ્નની બહાર (લગ્નેત્તર) શારીરિક સંબંધ બાંધવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જે કોઇ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરતી પકડાશે એને કતારના કાયદા અનુસાર સાત વર્ષની જેલની સજા થઇ શકે છે. કતારમાં સમલૈંગિકતા પર પણ પ્રતિબંધ છે અને એની માટે પણ સાત વર્ષની જેલની સજાની જોગવાઇ છે.
કતાર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તમે પતિ-પત્નીની ટીમ તરીકે આવો તો ઠીક છે, બાકી કતારમાં આ ટૂર્નામેન્ટ દરમિયાન કોઇ વન નાઇટ સ્ટેન્ડ ચલાવી લેવામાં આવશે નહીં. ગેમ્સ પછી ડ્રિંક અને પાર્ટી કલ્ચર, જે મોટાભાગના સ્થળોએ સામાન્ય છે, તે કતારમાં સખત પ્રતિબંધિત છે અને એને માટે પણ આકરી સજાની જોગવાઇ છે.
આ વર્ષના વર્લ્ડ કપમાં પ્રથમ વખત સેક્સ પર પ્રતિબંધ છે. ચાહકોએ એ માટે તૈયાર રહેવાની જરૂર છે. પ્રવાસી ચાહકોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જાહેરમાં નશામાં રહેવું એ ગુનો છે અને જો તેઓ કતારમાં કોકેઈનની દાણચોરી કરતા પકડાય તો તેમને મૃત્યુદંડનો સામનો કરવો પડે છે.
યુરોપિયન ફૂટબોલમાં, ખાસ કરીને યુનાઇટેડ કિંગડમમાં પાર્ટીઓ, કેઝ્યુઅલ હૂક-અપ્સ, વન નાઇટ સ્ટેન્ડ એ સામાન્ય બાબત છે. વિશ્વના કેટલાક ભાગોમાં જે બાબત સામાન્ય ગણાય છે તે કતાર જેવા અત્યંત રૂઢિચુસ્ત દેશમાં પ્રતિબંધિત છે. કતારમાં પ્રથમ વાર ફિફા વર્લ્ડ કપ યોજાઇ રહ્યો છે. મેચ સાથે શરાબ અને શબાબની મહેફિલ માણતા ફૂટબોલની ગેમના ચાહકો માટે આ ખરેખર ખૂબ જ નિરાશાજનક સમાચાર હોઈ શકે છે. આ વર્ષે તેઓ કોઇ સેક્સ કે પાર્ટી માણી શકશે નહીં.અગાઉ એવું જાણવા મળ્યું હતું કે કતાર ઇવેન્ટ દરમિયાન આલ્કોહોલ પીવાની પરવાનગી આપશે અને ફેન ઝોનની સ્થાપના કરવામાં આવશે.
કતારના કડક કાયદાઓને ધ્યાનમાં રાખીને દુનિયાભરના કેટલા લોકો તેમના ફેવરિટ સ્પોર્ટ્સને માણવા અહીં આવશે એ તો આવનારો સમય જ જણાવશે

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.