હિમાચલ પ્રદેશના સોલનમાં સ્થિત ટિમ્બર ટ્રેલ રોપવેમાં ટેકનિકલ ખામીના કારણે એક ટ્રોલી અધવચ્ચે ફસાઈ ગઈ હતી. આ ટ્રોલીમાં 11 લોકો હતા. તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રવાસીઓને ટ્રોલીમાંથી બહાર કાઢવા માટે બીજી કેબલ કારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 4 થી 5 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ કેટલાક પ્રવાસીઓ હજુ પણ ટ્રોલીમાં છે. આ પ્રવાસીઓને બહાર કાઢવા માટે હિમાચલ પોલીસના જવાનો સાથે રોપ-વેના ટેકનિકલ નિષ્ણાતો બચાવ કામગીરીમાં લાગેલા છે.
આ વાતની પુષ્ટિ કરતા સોલનના એસપી વીરેન્દ્ર શર્માએ જણાવ્યું છે કે પરવાનુના TTR રોપવેમાં લગભગ 1:30 વાગ્યે ટેકનિકલ સમસ્યાના કારણે કેબલ કાર અધવચ્ચે ફસાઈ ગઈ હતી, જેમાં લગભગ 7થી 8 લોકો ફસાઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જ્યારે બીજી કેબલ કારને બચાવ માટે મોકલવામાં આવી છે. નોંધનીય છે કે વર્ષ 1992માં પણ આ રોપવેમાં એક અકસ્માત થયો હતો. Parwanoo Ropeway: सोलन के परवाणू में रोपवे में आई तकनीकी दिक्कत, हवा में अटकी सात पर्यटकों की जान@JagranNews #ParwanooRopeway #HimachalPradesh — Rajesh Sharma (@sharmanews778) June 20, 2022 “>
હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે ટ્વિટર પર ખાતરી આપી હતી કે ફસાયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવશે. “સોલનના પરવાનુ ટિમ્બર ટ્રેલમાં ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ”ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે.” એમ મુખ્યમંત્રીએ હિન્દીમાં એક ટ્વિટમાં જણાવ્યું હતું.
રોપવે રાઈડ એ ટિમ્બર ટ્રેલ પ્રાઈવેટ રિસોર્ટનું લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે, જે ચંદીગઢથી લગભગ 35 કિમી દૂર છે. આ રિસોર્ટ મુખ્યત્વે સમગ્ર પ્રદેશના પ્રવાસીઓને આકર્ષે છે કારણ કે પરવાનુ હિમાચલની ટોચ પર સ્થિત છે અને તેની આસપાસ હરિયાણા, પંજાબ અને ચંદીગઢ છે.
https://t.co/4AHdDJn9jL pic.twitter.com/ON312h5p3i
Himachal Pradesh | 6-7 tourists stranded in Parwanoo Timber Trail (cable-car) due to some technical problem. Another cable car trolly deployed to rescue them. The technical team of the Timber Trail operator deployed & police team monitoring the situation: SP, Solan District pic.twitter.com/ZxKUwjOHUB — Gagandeep Singh (@Gagan4344) June 20, 2022 “>