હાઇવે પર કંપનીમાં લૂંટ ચલાવનારી ટોળકીના સાત સભ્ય પકડાયા

આમચી મુંબઈ

 

ભાયંદર: મુંબઈ-અમદાવાદ હાઇવે પર વસઇ ફાટા નજીક આવેલી કંપનીમાં લૂંટ ચલાવનાર ટોળકીના સાત સભ્યને વિરાર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ બદ્રીઆલમ મહેમૂદ અલી ખાન, ઇરશાદ શૌકતઅલી, મોહંમદ રફીક ઇદ્રીસ શહા, મોહંમદ તૌફિક શેખ, મઝહર ઇરશાદ ખાન, નઝીર અહમદ શેખ અને હાફિઝઉલ્લા ખાન તરીકે થઇ હતી. આરોપી બદ્રીઆલમ વિરુદ્ધ નાશિક, થાણેમાં ગંભીર ગુના દાખલ છે. પેલ્હાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી લિનિટ એક્સપોર્ટ પ્રા.લિ. નામની કંપનીમાં ૨૭ ઓગસ્ટે મધરાતે લૂંટ ચલાવવામાં આવી હતી. કંપનીના કર્મચારીની મારપીટ કર્યા બાદ લૂંટારાઓએ તેના હાથ-પગ બાંધી દીધા હતા. બાદમાં લૂંટારાઓ રૂ. ૩.૭૮ લાખની કિંમતના સ્ટેનલેસ સ્ટીલના રોડ ટેમ્પોમાં ભરીને નાસી છૂટ્યા હતા. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.