ભારત-બંગલાદેશ વચ્ચે સાત કરાર

દેશ વિદેશ

નવી દિલ્હી: ભારત અને બંગલાદેશે આતંકવાદ તેમ જ બંને દેશ વચ્ચેના આપસી વિશ્ર્વાસ પર કરાતા હુમલાઓનો સાથે મળીને સામનો કરવો જોઈએ, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું. ભારતના પ્રવાસે આવેલા બંગલાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ તીસ્તા નદીનાં નીરની વહેંચણી અંગેના કરાર બાબતે કરેલા નિવેદન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
વર્ષ ૧૯૭૧ના ધૈર્ય અને મિજાજને જીવંત રાખવા આતંકવાદ તેમ જ આપસી વિશ્ર્વાસ પર કરાતા હુમલા જેવા પરિબળોનો આપણે સાથે મળીને સામનો કરીએ તે જરૂરી છે, એમ મોદીએ કહ્યું હતું. મોદી અને હસીના વચ્ચેની બેઠક બાદ બંને દેશે કુશિયારા નદીના પાણીની વહેંચણી સહિતના સાત કરાર પર સહી કરી હતી. આ નદીના પાણીની વહેંચણીને કારણે ભારતના દક્ષિણ આસામ અને બગલાદેશના સિલહેટ વિસ્તારને લાભ થશે. ભારત અને બંગલાદેશની સરહદ પરથી ૫૬ નદીનાં પાણી વહે છે અને એ વિસ્તારમાં વસતા લોકોનું જીવન તેનાં પર નિર્ભર હોવાની મોદીએ નોંધ લીધી હતી. મિત્રતા અને સહકારના માર્ગે બંને દેશે તેમની વચ્ચેની અનેક સમસ્યાઓનો ઉકેલ આણ્યો છે. (એજન્સી)ઉ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.