કર્ણાટક: ગટરમાં સીલબંધ બોટલોમાં સાત ગર્ભપાત કરાયેલા ભ્રૂણ મળી આવ્યા, સરકારે તપાસના આદેશ આપ્યા

દેશ વિદેશ

BENGALURU: કર્ણાટકમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ગટરમાંથી ગર્ભપાત કરાયેલા 7 ભ્રૂણ મળી આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ બેલાગવી જિલ્લાના મુદાલગી ટાઉન બસ સ્ટોપ પાસે ભ્રૂણ જોયું હતું અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસે સ્થળની મુલાકાત લઈ તપાસ કરી હતી.

ભ્રૂણ મળવાની ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી. આ વિશે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે આ ભ્રૂણ 5 મહિનાના છે. અને એથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે આ બધા ભ્રૂણે લિંગ પરીક્ષણમાંથી પસાર થવું પડ્યું છે અને ત્યાર બાદ તેમની હત્યા કરવામાં આવી છે. આ ગોઝારી ઘટના શુક્રવારની છે. આ અંગે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કાનૂની પ્રતિબંધ હોવા છતાં પણ લિંગ પરીક્ષણ બેરોકટોક ચાલુ જ છે. કુળદિપક મેળવવાની લ્હાયમાં લોકો લિંગ પરીક્ષણ કરાવે છે અને ગર્ભમાં જો બાળકી હોય તો ગર્ભપાત કરાવી નાખે છે. ગયા મહિને, ઓડિશાની બેરહામપુર પોલીસે ગેરકાયદેસર ગર્ભ સેક્સ ડિટેક્શન નેટવર્ક પર દરોડો પાડ્યો હતો અને આ કેસમાં મુખ્ય અપરાધી અને આશા કાર્યકર સહિત 13 લોકોની ધરપકડ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.