Homeઉત્સવસર્વરલોડ: તૂટ ના જાય સપને મેં ડરતા હું

સર્વરલોડ: તૂટ ના જાય સપને મેં ડરતા હું

ટેક-વ્યૂ -વિરલ રાઠોડ

મોરબીમાં મચ્છુ હોનારત બાદ ઇતિહાસની સૌથી મોટી ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્રિજ તૂટવાને કારણે અનેક લોકોને આજીવન અભાવ અને ખોટ વેચવાનો વારો આવ્યો છે. આ બ્રિજ તૂટવા પાછળ આમ તો ઘણા બધા મુદ્દાઓ સામે આવ્યા છે, પરંતુ સૌથી વધુ ચર્ચાતો મુદ્દો એ રહ્યો કે ઓવર કેપેસિટીના કારણે ભંગાણ થયું. દુનિયાના કોઈપણ બ્રિજ પર એક ક્ષમતા નક્કી હોય છે. જોકે મોરબીની ઘટના સામે આવ્યા બાદ દેશભરના જર્જરિત પુલની આખી બાયોગ્રાફી સામે આવી. નાનકડા એવા મોરબી શહેરમાં બનેલી ઘટનાના દેશભરમાં મોટા પડઘા પડ્યા. ટેકનોલોજીની દુનિયામાં પણ એવા ઘણા બ્રિજનું કચ્ચરઘાણ નીકળી ગયું જેની અસર ટનના મોઢે ઠલવાતા ડેટા પર થઈ હતી.
છેલ્લાં કેટલાં અઠવાડિયાથી ટન જેટલું મહત્ત્વ ધરાવતું ટ્વિટર સતત સમાચારોમાં રહ્યું. ખાસ કરીને ડૉલરમાં અંકાયેલી દિલને કારણે માલિકથી લઈને મજૂર સુધી સૌ કોઈ તાણમાં રહ્યા. એવામાં પણ નવા માલિક એલોન મસ્કે એન્ટ્રી લેતા જ પરાગ અગ્રવાલને આવાસ ભેગા કરી દેતા દોડધામ મચી હતી. એ પછી બ્લુ ટેકની મગજમારીએ ઘણા બધા લોકોના આર્થિક સ્ટ્રેસ વધારે દીધા. એલાન કરી દીધું કે હવે બ્લુ ટેક માટે પૈસા ચૂકવવા પડશે. બીજી તરફ સોશિયલ મીડિયા એપ્લિકેશન વોટ્સએપનું સર્વર ડાઉન થઈ જતા યુઝર્સ રીતસરના હેંગ થઈ ગયા હતા. જેમાં ટ્વિટર પર એવો મારો શરૂ થયો કે ખરેખર કંપની સુધી ડંકા વાગ્યાં. એ પછી મસ્કે કર્મચારીઓને ઘર ભેગા કરવાનો નિર્ણય લેતા ખરા અર્થમાં આઇટી માર્કેટનું સર્વર ડાઉન થઈ ગયું. જેના પગલે ફેસબુક એ પણ આ જ રસ્તે કદમતા કરતા કર્મચારીઓના પેટમાં તેલ રેડાયું. કરોડો અબજોના મોઢે એકાઉન્ટને તેમજ દરેક ડિટેલ્સને સાચવી બેઠેલું સર્વર ક્યારેક પોતે પણ હાંફી જાય છે. જેના કારણે ડેટા બ્રિજને મોટું નુકસાન વેઠવું પડે છે. કંપની તો ઠીક, પરંતુ સરવાળે અસર ગ્રાહક નામની ક્ધયાની કેડ પર સૌથી વધુ અસર થાય છે.
આવું પહેલી વખત નથી બન્યું કે સોશિયલ મીડિયાના સર્વર શા માટે સૂઈ ગયા હોય. શરૂઆતમાં જ્યારે ટ્વિટર નવું હતું ત્યારે પોસ્ટિંગના પ્રોબ્લેમના કારણે આવું ઘણી વખત થયેલું છે. માત્ર ટ્વિટરની વાત નથી, પરંતુ લજ્ઞજ્ઞલહય નું સર્વર પણ સ્લો થઈ જતા સર્ચનો ફ્લો ઘટી ગયો હતો. ધમધમતી શેર માર્કેટમાં જાણે કડાકો બોલી જાય એવી હાલત લજ્ઞજ્ઞલહય નું સર્ચ એન્જિન ડાઉન થયું ત્યારે થઈ હતી. વર્ષ ૨૦૧૯ માં સર્વરમાં ખામીના કારણે બિહારના પટણામાં લાખો લોકો વીજ બિલ ભરી શક્યા ન હતા. જ્યારે માર્ચ ૨૦૨૦ માં યસ બૅન્કના સર્વરમાં ખામી ઊભી થતા હજારો કર્મચારીઓ વેઇટિંગ મોડ પર આવી ગયા હતા, પરંતુ ઝડપથી રિકવરીના અભાવે પરિસ્થિતિ સુધરવાના બદલે બગડતી રહી હતી.
જોકે આમ થવા પાછળનું મુખ્ય કારણ વધતો જતો ડેટા લોડ હોય છે. જે એની ક્ષમતા કરતાં પણ વધી જાય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. એક જ સિસ્ટમ પર એકથી વધારે ટ્રેક ઉપર જ્યારે ડેટાની આપ-લે શરૂ થાય છે ત્યારે મુખ્ય સિસ્ટમ પર લોડ વધે છે. જ્યારે સિસ્ટમ એની ક્ષમતા કરતાં પણ વધારે સ્ટોરેજ લઈ લે છે ત્યારે પણ આવી પરિસ્થિતિ થાય છે. ક્લાઉડ કોમ્પ્યુટર સિસ્ટમને કારણે સ્પેસની માથાકૂટ ઘણી ઘટી ગઈ છે પણ હકીકત એવી પણ છે કે ઘણી વખત કારણ વગર બેસી જવું પડે છે, પરંતુ આવા સરસ લો ડાઉનને કારણે કરોડોની સંખ્યામાં આવતા જતા ડેટાને મુશ્કેલી પડે છે.
ઘણી વખત પરિસ્થિતિ એ હદ સુધી વણસી જાય છે કે એક પ્લેટફોર્મ આખું ખરાબ થઈ જવાની ભીતિ ઉદ્ભવે છે. આ સિવાય પણ ઘણી વખત વીજ શોટના કારણે સિસ્ટમ ખરાબ થઈ જાય છે. જ્યાં એક બાજુ ડિજિટલ વોકર અને પેપર સ્કેન અને સેવ સુધીની સુવિધા પ્રાથમિકતા બની રહી છે ત્યારે સુરક્ષા સામે સૌથી મોટો પ્રશ્ર્ન ઊભો થયો છે. કંપની લજ્ઞજ્ઞલહય સામે પણ ઘણી વખત આવી મૂંઝવણ આવી જતા કાયદાકીય મદદ લેવી પડી હોવાના પણ પુરાવા છે. સમગ્ર સિસ્ટમ જ્યારે પણ આવી રીતે લટકી જાય છે ત્યારે લોકોના પણ કરોડો ટ્રાન્જેકશનને અસર થાય છે.
સર્વર સ્લો ડાઉનની ઘટના ખરેખર બહુ જૂની છે જ્યારે વેબસાઈટનો યુગ હતો એ સમયે પણ આવા ઘણા સ્લો ડાઉન આવેલા છે. જેથી પ્લેનથી લઈને રેલવે સ્ટેશનને ભયંકર અસર થઈ છે. જેથી એક આખો ડેટા લોસ પણ થઈ શકે છે. આવું થવા પાછળ કોઈ સચોટ તો કારણ આપતું નથી પણ ટેક્નોલોજી વિષયના એક અભ્યાસ અનુસાર એ વાત સ્વીકારવી પડે કે, જ્યારે પણ લોડ વધે છે ત્યારે આ તૂટે છે. જેની દરેક ડિવાઈસને માઠી અસર થાય છે. ટેકનોલોજીના એક્સપર્ટ ત્યાં સુધી કહે છે કે એક સામાન્ય સિસ્ટમમાં પણ વધારાનો ડેટા કે વારંવાર ઉપયોગમાં લેવાતો ડેટા સિસ્ટમને હેંગ કરી શકે છે.
જ્યારે પણ કોઈ કંપનીના સર્વર સ્લો થાય છે ત્યારે કોઈ પેઢી પોતાની ખામીની ચોખવટ કરતી નથી. પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છે એવું કહીને થીગડું મારી દે છે, પરંતુ હકીકત એવી પણ હોય છે કે ક્યારેક સર્વરમાં હડીહંચા કરવા જતા આખી સિસ્ટમની કે નેટવર્કની પથારી ફરે છે.
અમેરિકાના કેલિફોનિયા સીટીમાં વર્ષ ૨૦૧૭ માં બૅંકમાં નોકરી કરતા એક કર્મચારીએ માત્ર જાણકારી ખાતર નેટવર્કમાં ખોટા નામથી લોગીન કર્યું હતું જેમાં સર્વર ઓપરેટિંગ સિસ્ટમ એટલી સ્લો થઈ ગઈ હતી કે આખી બૅંન્કિંગ સિસ્ટમ અને કર્મચારીઓ ૨૪ કલાક માટે ખોટના ધંધે લાગી ગયા. ——-
આઉટ ઓફ ધ બોક્સ
કોઈપણ સંબંધના બ્રિજ ઉપર જ્યારે અપેક્ષાનો લોડ વધે છે ત્યારે એ પુલના કેબલ ડામાડોળ થવા લાગે છે. જે વ્યક્તિ ખરેખર ગમે છે જેની સાથે આઠથી દસ કલાક કામ કરવું છે એને એની ખૂબી સાથે સ્વીકારો. ખામીના અહેસાસથી નફરત પેદા થશે.

RELATED ARTICLES

Most Popular