સેરેના વિલિયમ્સનો ટેનીસમાંથી સન્યાસ, કરિયરની છેલ્લી મેચમાં હાર, કહ્યું- માતાની જવાબદારી પૂરી કરવાનો સમય

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ટેનિસ મહાન અમેરિકન મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સની યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં હાર થઇ છે. આ હાર સાથે જ આ ટૂર્નામેન્ટમાં સેરેનાની સફરનો અંત આવી ગયો છે. આ હાર સાથે સેરેનાની કારકિર્દીનો પણ અનંત આવી ગયો છે. આ મેચમાં સેરેનાને ઓસ્ટ્રેલિયાની અજલા ટોમલજાનોવિકે 7-5, 6-7, 6-1થી પરાજય આપ્યો હતો. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ સેરેનાએ બીજા સેટમાં શાનદાર વાપસી કરી હતી, પરંતુ ત્રીજા સેટમાં અજલાએ શરૂઆતથી જ સરસાઈ મેળવી લીધી હતી અને સેટ સરળતાથી જીતી લીધો હતો અને મેચ જીતી લીધી હતી. યુએસ ઓપનમાં હાર બાદ સેરેના વિલિયમ્સે નિવૃત્તિની જાહેરાત કરી હતી. મેચ બાદ સેરેના વિલિયમ્સ ભાવુક થઈ ગઈ અને આંખોમાં આંસુઓ સાથે ચાહકોનું અભિવાદન કર્યું હતું.


સેરેનાએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે આ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. જોકે, ત્રીજા રાઉન્ડમાં હાર્યા બાદ તેણે કહ્યું કે આપણે ભવિષ્ય વિશે કંઈ જાણતા નથી.
સેરેનાએ જે રીતે પ્રશંસકોનું અભિવાદન કર્યું એ જોતા તેની નિવૃત્તિ નિશ્ચિત માનવામાં આવી રહી છે. સેરેનાએ કહ્યું, ‘તમારા બધાનો આભાર. આભાર પપ્પા, હું જાણું છું કે તમે જોતા જ હશો. આભાર મામી. હું તમને બધાને થેંક યુ કહેવા માંગુ છું કે જેઓ દાયકાઓથી મારી સાથે ઉભા છે. આ બધું મારા માતાપિતાથી શરૂ થયું. હું તેમની આભારી છું. મને ખબર નથી, કદાચ આ આનંદના આંસુ છે.’ તેણે વધુમાં કહ્યું કે કહ્યું- ‘હું માતા તરીકેની જવાબદારી નિભાવવા અને સેરેનાના અલગ વર્ઝનને એક્સ્પ્લોર કરવા માટે તૈયાર છું.’

“>

સેરેનાએ તેની સફળતાનો શ્રેય બહેન વિનસ વિલિયમ્સને અપાતા કહ્યું કે જો વિનસ ન હોત તો સેરેના ક્યારેય ટેનિસ રમી શકી ન હોત. એક દિવસ પહેલા સેરેનાએ તેની બહેન વિનસ વિલિયમ્સ સાથે ડબલ્સ મેચ રમી હતી. મહિલા ડબલ્સના પહેલા રાઉન્ડમાં હારી ગઈ હતી.
સેરેના વિલિયમ્સની ગણતરી ટેનિસ જગતના મહાન ખેલાડીઓમાં થાય છે. અત્યાર સુધીમાં તે 39 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી ચુકી છે. જેમાં 23 સિંગલ્સ અને 14 મહિલા ડબલ્સ અને 2 મિક્સ ડબલ્સનો સમાવેશ થાય છે. સેરેનાના નામે ચાર ઓલિમ્પિક મેડલ પણ છે. સેરેનાએ 1995માં આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. તે છેલ્લા 27 વર્ષથી સતત ટેનિસ રમી રહી છે. તે મહિલાઓ અને પુરૂષોમાં સૌથી વધુ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતનારી ટેનિસ ખેલાડી છે.
સોશિયલ મીડિયા પર સેરેના વિલિયમ્સને તેની શાનદાર કારકિર્દી માટે અભિનંદન મળી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ તેમની ઉપલબ્ધિઓને યાદ કરી રહ્યા છે.

“>

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.