અમેરિકાની મહાન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે નિવૃત્તિની જાહેરાત કરી છે. વોગના મેગેઝિનના કવર પર ચમક્યા બાદ 40 વર્ષીય ટેનિસ લેજન્ડે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આપણે અલગ દિશામાં આગળ વધવાનું નક્કી કરવું પડે છે. જ્યારે તમે કોઇ વસ્તુને પ્રેમ કરો છો ત્યારે તે વસ્તુ છોડવી હંમેશા મુશ્કેલ હોય છે. હું ટેનિસનો આનંદ માણું છું. મને ટેનિસ ગમે છે, પણ હવે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.
23 વખતની મહિલા સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયને વૉગ મેગેઝિનની પોસ્ટમાં જણાવ્યું હતું કે તે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેનિસથી દૂર થઈ રહી છે. તે ક્યારેય પરિવાર અને ટેનિસ વચ્ચે પસંદગી કરવા ઇચ્છતી નહોતી, પણ આખરે તેણે એ પસંદગી કરવાનો સમય આવી ગયો છે. તે ટેનિસથી દૂર રહીને, તેની માટે મહત્વની અન્ય બાબતો તરફ આગળ વધવા માગે છે.
કિમ કાર્દાશિયન, નિકોલા એન પેલ્ટ્ઝ-બેકહામ અને સાથી ટેનિસ ખેલાડી કેરોલિન વોઝનિયાકી જેવી હસ્તીઓએ સેરેનાના નિર્ણયની પ્રશંસા કરી હતી.

Google search engine