Homeશેરબજારસેન્સેકસ ૬૧૦૦૦ની સપાટી સાથે સંતાકૂકડી કેમ રમી રહ્યો છે?

સેન્સેકસ ૬૧૦૦૦ની સપાટી સાથે સંતાકૂકડી કેમ રમી રહ્યો છે?

નિલેશ વાઘેલા
મુંબઇ: નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં સોમવારે ભારતીય શેરબજારના બેન્ચ માર્ક સુધારા સાથે ખુલ્યા હતા.
સેન્સેકસ સરળતાથી ૬૧૦૦૦ની સપાટી પાર કરી ગયો હતો. જોકે ફરી એ સપાટી ગુમાવી પણ દીધી! ફરી પાછી મેળવી! શા માટે આમ થયું?
જાણીએ સેન્સેકસ ૬૧૦૦૦ની સપાટી કેમ કુદાવી શક્યો અને ત્યાંથી પાછો કેમ ફર્યો? આ સંતાકૂકડી શું છે?
શેરબજારમાં જે ઉછાળો આવ્યો તેનું કારણ હતું મેટલ સ્ટોક્સ. બજારને આગળ વધવામાં મેટલ્સમાં તેજીથી મદદ મળી હતી.
સ્થાનિક માગમાં સુધારો કરવા માટે ચીને પહેલી જાન્યુઆરીથી એલ્યુમિનિયમ પર નિકાસ ટેરિફ વધારવાની યોજના જાહેર કર્યા પછી મેટલ્સમાં 1.5% થી વધુનો વધારો થયો હતો. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ભારતીય કંપનીઓ માટે માર્કેટ-શેર વૃદ્ધિમાં મદદ કરશે.
બીજી તરફ એમ એસ સી આઈ
એશિયા એક્સ-જાપાન ઇન્ડેક્સ 0.05% વધવા સાથે એશિયન બજારો મિશ્ર વેપાર કરી રહ્યા હતા.
હવે જોઈએ સુધારો કેમ ના ટક્યો? નેગેટિવ પરિબળ શું છે?
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટરે ચેતવણી આપી છે કે વૈશ્વિક અર્થતંત્ર માટે 2022 કરતાં 2023 મુશ્કેલ વર્ષ હશે, કારણ કે વૈશ્વિક વૃદ્ધિના તમામ મુખ્ય અર્થતંત્રો જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને યુરોપ નબળી આર્થિક સ્થિતીમાંથી પસાર થઈ રહ્યા છે.
એ જ સાથે બ્રેન્ટ ક્રૂડના વાયદા લગભગ $86 પ્રતિ બેરલ સુધી પહોંચ્યા છે.
ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો ભારત જેવા આયાત કરતા દેશોને નુકસાન પહોંચાડે છે, જ્યાં દેશના આયાત બિલમાં ક્રૂડનો મોટો હિસ્સો છે.
આમ તેજીમંદી બંનેના કારણો મોજૂદ છે. હવે સત્રનો અંત કેવો રહે છે તેના પર આગામી ચાલનો આધાર રહેશે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular