Homeદેશ વિદેશસેન્સેક્સ સતત પાંચમા સત્રમાં ગબડ્યો, ફેડરલનો હાઉ યથાવત

સેન્સેક્સ સતત પાંચમા સત્રમાં ગબડ્યો, ફેડરલનો હાઉ યથાવત

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: ફેડરલનો ભય યથાવત રહેવા સાથે એફઆઇઆઇની વેચવાલીને કારણે ફેબ્રુઆરી વલણના અંતિમ દિવસે અફડાતફડીમાંથી પસાર થયેલો સેન્સેક્સ અંતે ૧૩૯ પોઇન્ટના ઘટાડા સાથે ૫૯,૬૫૦ની અંદર ઉતરી ગયો હતો. અમેરિકાના અર્થતંત્રના ડેટામાં મજબૂતીના સંકેત મળતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વૃદ્ધિ જારી રાખશે એવો ભય યથાવત રહેવા સાથે રશિયા અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોરમાં આવેલા ગરમાટાને કારણે ડહોળાયેલા માનસ વચ્ચે શેરબજારમાં સતત પાંચમાં સત્રમાં પીછેહઠ જોવા મળી હતી. સેન્સેક્સ ૧૩૯.૧૮ પોઈન્ટ્સ અથવા ૦.૨૩ ટકા ઘટીને ૫૯,૬૦૫.૮૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન બેન્ચમાર્ક ૫૯,૯૬૦ પોઇન્ટની ઊંચી અને ૫૯,૪૦૬.૩૧ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. નેશનલ સ્ટોક એક્સચટેન્જનો નિફ્ટી ૪૩.૦૫ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા ઘટીને ૧૭,૫૧૧.૨૫ પોઇન્ટના ચાર મહિનાના નીચા સ્તરે પહોંચ્યો હતો. બજારના સાધનોએ જણાવ્યું હતું કે, અમેરિકા અને રશિયા વચ્ચે ફરી શીત યુદ્ધ શરૂ થવાની બજારમાં આશંકા છે. જો કે તે ટૂંકા ગાળાની અસર હોવી જોઈએ, રશિયા સામેના પ્રતિબંધોને કારણે ખાસ કરીને અનાજ અને ક્રૂડ ઓઇલની નિકાસ પર તેની નકારાત્કમ અસરની ચિંતા વધી રહી છે. બજાર કોરોના માહામારીમાંથી માંડ રિકવર થઈ રહ્યું છે અને વ્યાજ દરની વૃદ્ધિ અને ફુગાવો ઇક્વિટી માર્કેટની પીછેહઠના મુખ્ય કારણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular