Homeદેશ વિદેશવૈશ્ર્વિક ઇક્વિટી બજારના નબળા સંકેત વચ્ચે સેન્સેક્સ બીજા દિવસે વધુ ૪૬૧ પોઇન્ટ...

વૈશ્ર્વિક ઇક્વિટી બજારના નબળા સંકેત વચ્ચે સેન્સેક્સ બીજા દિવસે વધુ ૪૬૧ પોઇન્ટ ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ સાથે અન્ય દેશોની મધ્ય્સ્થ બેન્કો પણ વ્યાજદર વધારવાની ચેતવણી અને અમેરિકામાં મંદીની અટકળો વચ્ચે સેન્સેક્સ બીજા દિવસની પીછેહઠમાં ૪૬૧ પોઇન્ટ ગબડ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૮,૩૦૦ની અંદર ઘૂસી ગયો હતો.
અમેરિકાની મધ્યસ્થ બેન્ક ફેડરલ રિઝર્વની પાછળ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરમાં અડધો ટકો વધારો કરવા સાથે પોકિશ ટોન જાળવી રાખ્યો હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટીનું માનસ ખરાબ થયું હતું. એ નોંધવું રહ્યું કે, ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૫૦ બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવા સાથે કહ્યું છે કે, આગામી વર્ષે વ્યાજદર વધીને ૫.૧ ટકા પર પહોંચી શકે છે.
સત્ર દરમિયાન ૫૦૬.૫૦ પોઇન્ટ અથવા તો ૦.૮૧ ટકા ગબડીને ૬૧,૨૯૨.૫૩ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે ૪૬૧.૨૨ પોઇન્ટ અથવા તો ૦.૭૫ ટકાના ઘટાડા સાથે ૬૧,૩૩૭.૮૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૪૫.૯૦ પોઇન્ટ અથવા તો ૦.૯૦ ટકાના સુધારા સાથે ૧૮,૨૬૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ ૮૪૩.૮૬ પોઇન્ટ અથવા તો ૧.૩૬ ટકા ગબડ્યો છે, જ્યારે નિફ્ટી ૨૨૭.૬૦ પોઇન્ટ અથવા તો ૧.૨૩ ટકા ગબડ્યો હતો.
અમેરિકાના શેરબજારો ગુરુવારે તીવ્ર ઘટાડા સાથે બંધ થયા બાદ એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો અને શાંઘાઇમાં પીછેહઠ જોવા મળી હતી, જ્યારે હોંગકોંગમાં સુધારો હતો. યુરોપના મોટાભાગના બજારોમાં મધ્ય સુત્ર સુધી નકારાત્મક વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.
સેન્સેક્સના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઇન્ટ, ડો. રેડ્ડીઝ લેબ, ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ, સ્ટેટ બેન્ક, વિપ્રો, પાવરગ્રીડ અને ટાઇટન ટોપ લૂઝર બન્યા હતા. ટોચના વધનાર શેરોમાં હિંદુસ્તાન યુનિલીવર, એચડીએફસી બેન્ક અને નેસ્લેનો સમાવેશ હતો.
કોર્પોરેટ ક્ષેત્રે એલેમ્બિકને જેનેરિક સ્કિન ટ્રીટમેન્ટ ક્રીમ માટે યુએસએફડીએની મંજૂરી મળી છે. વિસ્તરણ યોજના અંતર્ગત પ્લેનેટ હોલીવુડ થાણે સિટી થાણેમાં પ્રીમિયમ ફૂડ એન્ડ બેવરેજ સ્પેસ મેડ મેક્સ એશિયા લોન્જ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટાલિટી ઉદ્યોગમાં મેડ મેક્સ એશિયા લોન્જ સાથે એક નવી શરૂઆત કરવામાં આવી છે, જેમાં વાઇબ્રન્ટ અને સીમલેસ હોસ્પિટાલિટી અનુભવ પૂરો પાડવામાં આવશે. આઇઆરએમ એનર્જીએ આઇપીઓ મારફત ભંડોળ એકત્ર કરવા માટે સેબી પાસે ડીએરએચપી જમા કરાવ્યા છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ રહેતા તેના સંબંધિત બેન્ચમાર્કમાં ગાબડાં નોંધાયા હતા. બીએસઇનો મિડકેપ ઈન્ડેક્સ ૧.૪૨ ટકા ઘટીને બંધ થયો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૧.૬૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૯ ટકા નબળાઈની સાથે બંધ થયો છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ ૦.૩૨-૨.૭૮ ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી ૦.૫૮ ટકાના ઘટાડાની સાથે ૪૩,૨૪૭.૬૫ ના સ્તર પર બંધ
થયા છે.
અગ્રણી શેરોમાં અદાણી પોર્ટ્સ, એમએન્ડએમ, બીપીસીએલ, એશિયન પેઇન્ટ, ડો. રેડ્ડીઝ, ટીસીએસ, બજાજ ઑટો અને એસબીઆઈ ૧.૮૮-૨.૮૩ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે ટાટા મોટર્સ, એચયુએલ, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી બેન્ક અને યુપીએલ ૦.૧૬-૧.૪૨ ટકા સુધી વધીને બંધ થયા છે. મિડકેપ શેરોમાં પોલિકેબ, યુનિયન બેન્ક, આઈઓબી, ગ્લેનમાર્ક અને ઑબરોય રિયલ્ટી ૩.૭૭-૭.૫૪ સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં રાજેશ એક્સપોર્ટ્સ, બેયર કોર્પસાઈન્સ, પીએન્ડજી, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ અને પીબી ફિનટેકમાં ૧.૬૭-૫.૨૯ ટકા સુધીનો ઉછળો નોંધાયો છે. સ્મોલોકપ શેરોમાં જીએમએમ પફ્ડલર, ડિશ ટીવ, એચજી ઈન્ફ્રા, વેસ્ટ કોસ્ટ અને કિર્લોસ્કર ઑયલ ૫.૯૩-૧૫.૪૨ ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ઉગર શુગર વર્ક, એનએફએલ, ઈપીએલ, થેમિસ મેડિકેર અને નોવા ૯.૭૦-૧૭.૩૩ ટકા સુધી ઉછળા છે.
સેન્સેક્સની ૪ કંપનીઓ વધી હતી અને ૨૬ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૨૮૫.૫૨ લાખ કરોડ રહ્યું હતું. જે પાછલા સત્રમાં રૂ. ૨૮૮.૪૭ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૭૭ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૮૭ ટકા, બીએસઈ મીડ કેપ ૧.૪૪ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૯૬ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૯૩ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૯૩ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૯૩ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૮૩ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૧.૩૮ ટકા ઘટ્યો હતો અને એસએમઈ આઈપીઓ ૦.૭૦ ટકા વધ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં કોમોડિટીઝ ૦.૯૮ ટકા, કંઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી ૧.૩૬ ટકા, એનર્જી ૦.૬૭ ટકા, એફએમસીજી ૦.૩૯ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૦.૭૦ ટકા, હેલ્થકેર ૧.૩૩ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૩૨ ટકા, આઈટી ૧.૨૪ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૬૩ ટકા, યુટિલિટીઝ ૦.૮૩ ટકા, ઓટો ૧.૧૩ ટકા, બેન્કેક્સ ૦.૬૮ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૨૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૯૧ ટકા, મેટલ ૦.૬૪ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૮૦ ટકા, પાવર ૧.૦૮ ટકા, રિયલ્ટી ૧.૫૭ ટકા, ટેક ૧.૨૫ ટકા અને સર્વિસીસ ૧.૨૮ ૧.૭૦ ઘટ્યા હતા.
સેન્સેક્સમાં એચડીએફસી બેન્ક ૦.૪૯ ટકા, હિન્દુસ્તાન યુનિલિવિર ૦.૩૦ ટકા, નેસલે ઈન્ડિયા ૦.૧૯ ટકા અને ટાટા સ્ટીલ ૦.૦૫ ટકા વધ્યા હતા, જ્યારે ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ૩.૬૨ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૪૪ ટકા, એશિયન પેઈન્ટ્સ ૨.૩૦ ટકા, ટીસીએસ ૨.૦૧ ટકા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૯૮ ટકા ઘટ્યા હતા.
બધા ગ્રુપની કુલ ૧૩ કંપનીઓમાંથી ૯ કંપનીઓને ઉપલી સર્કીટ અને ૪ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાછલા સત્રમાં રૂ. ૭૧૦.૭૪ કરોડના શેર વેચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular