(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: દેશની મધ્યસ્થ બેન્ક દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિ ધારણાં મુજબ ઓછી કરી હોવા સાથે વિકાસદરના અંદાજમાં વધારો કયો૪ હોવાથી સેન્ટિમેન્ટને ટેકો મળતાં શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ અપેક્ષાનુસાર વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો હળવો વધારો કર્યા બાદ સવારથી જ પોઝિટિવ ખુલેલા બજારમાં દિવસભર લેવાલી જળવાઈ રહી હતી. આ સત્રમાં આઈટી, ટેકનો, ફાઈનાન્શિયલ, ફાર્મા અને મેટલ શેરોમાં ભારે લેવાલીથી સેન્સેક્સ ૩૭૮ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૭,૮૫૦ની ઉપર બંધ રહ્યો હતો.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૭૯૨.૧૦ અને નીચામાં ૬૦,૩૨૪.૯૨ પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા થયા બાદ ૩૭૭.૭૫ પોઈન્ટ્સ અથવા ૦.૬૩ ટકા વધીને ૬૦,૬૬૩.૭૯ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૮૯૮.૭૦ અને નીચામાં ૧૭,૭૪૪.૧૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૫૦.૨૦ પોઈન્ટ્સ અથવા ૦.૮૫ ટકા ઉછળીને ૧૭,૮૭૧.૭૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સના શેરોમાં બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ ૩.૧૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અલ્ટ્રાકેમ્કો, રિલાયન્સ, વિપ્રો, ઈન્ફોસિસ, એચસીએલ ટેકનો, ટીસીએસ, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, ટાઈટન અને એસબીઆઈનો સમાવેશ હતો. જ્યારે લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં સૌથી વધુ ૧.૬૨ ટકાનો ઘટાડો હતો. ટોપ લૂઝરની યાદીના અન્ય શેરોમાં ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, કોટક બેન્ક અને હિન્દુસ્તાન યૂનિલિવરનો સમાવેશ હતો. જાહેર ક્ષેત્રની એનએચપીસીનો ચોખ્ખો નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં ૧૨.૫૯ ટકાના ઘટાડા સાથે રૂ. ૭૭૫.૯૯ કરોડ નોંધાવ્યો હતો. કંપનીની કુલ આવક રૂ. ૨૬૯૧.૩૪ કરોડ નોંધાઇ હતી, જે પાછલા વર્ષે સમાનગાળામાં રૂ. ૨૩૭૩.૭૨ કરોડના સ્તરે હતી. કંપનીએ શેરદીઠ ૧૪ ટકા (રૂ. ૧.૪૦)નું ડિવિડંડ જાહેરર કર્યું છે. દેશની સૌથી મોટી એનબીએફસી અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિીટ્યુશન્સ ક્રેડિટ એકસેસ ગ્રામીણ લિમિટેડે ત્રીજા ક્વાર્ટરના પરિણામમાં વાર્ષિક તુલનાત્મક સમયગાળા સામે ૮૫.૩ ટકાના વધારા સાથે રૂ. ૨૧૭ કરોડનો કરવેરા પછીનો નફો, જોગવાઇઓ પહેલાનો રૂ. ૩૭૯ કરોડનો નફો અને ૨૫૧.૯ ટકાના વધારા સાથે રૂ. ૧૭૭૮૬ કરોડનો ગ્રોસ લોન પોર્ટફોલિયો નોંધાવ્યો છે. અદાણી જૂથના મોટાભાગના શેરોમાં સવારના સત્રમાં સુધારો જોવા મળ્યો હતો અને એ તબક્કે અદાણી એન્ટરપ્રાઇસના શેરમાં ૧૩ ટકા સુધીનો ઉછાળો હતો. ઇથિયોપિઆમાં કરન્સી રીલીઝ થયાનો લાભ મેળવનાર પહેલી ભારતીય ફાર્મા કંપની કિલિચ ડ્રગ્સના ભાવમાં આ સત્રમાં સુધારો હતો. તેનો શેર રૂ. ૧૪૩.૫૦ના પાછલા બંધ સામે રૂ. ૧.૧૫ અથવા ૦.૮૦ ટકાના ઉછાળા સાથે રૂ. ૧૪૪.૬૫ની સપાટીએ પહોંચ્યો હતો. અગ્રણી યુરોપિયન બ્રાન્ડ રેનોએ ભારતમાં કાઇગર, ટ્રાઇબર અને ક્વિડ સહિતની સંપૂર્ણ રેન્જને નવા બીઆઇએસ-સિક્સ સ્ટેપ ટુ ઉત્સર્જન નિયમો પૂર્ણ કરવા અપગ્રેડ કરી છે.
આ સત્રમાં ટેલિકોમ, કેપિટલ ગૂડ્ઝ અને પાવર શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જ્યારે આઈટી, ટેકનો, ફાર્મા, ફાઈનાન્શિયલ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૦૦ ટકા અને ૦.૭૬ ટકા વધીને બંધ રહ્યા હતા.
નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઝિસના શેરમાં ૨૩.૧૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં અદાણી પોર્ટ, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ હતો. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ ૧.૪૮ ટકાનો ઘટાડો લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, આઈશર મોટર્સ અને એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. એનએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૧.૦૦ ટકા વધીને ૨૪,૮૮૩.૨૪ના સ્તર પર બંધ થયો છે. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬ ટકા વધારાની સાથે ૨૮,૧૬૯.૬૨ પર બંધ થયો છે. બેન્ક નિફ્ટી ૦.૦૩ ટકાના વધારાની સાથે ૪૧,૫૦૨.૪૦ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાયો. મિડકેપ શેરોમાં પીબી ફિનટેક, ઓરબિંદો ફાર્મા, નુવોકો વિસ્તારા, અદાણી પાવર અને મેક્સ ફાઈનાન્શિયલ ૪.૯૮-૬.૬૨ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ટ્યુબ ઈનવેસ્ટમેન્ટ, વેદાંત ફેશન, કંટેનર કોર્પ અને સચેફ્લર ઈન્ડસ્ટ્રીઝ ૧.૨૯-૨.૫૫ ટકા સુધી ઘટીને બંધ થયા છે. સ્મોલકેપ શેરોમાં પર્લ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ, કિરિ ઈન્ડસ્ટ્રીઝ, રાણે મદ્રાસ, ડિગિસ્પાઈસ ટેક અને એવરેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ ૧૧.૧૬-૨૦.૦૦ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જોકે સ્મોલકેપ શેરોમાં સેન્ટ્રમ ઈલેક્ટ્રોન, કાયા, વાર્ડવાઇઝ્ડ ઈન્નોે, વાડિલાલ ઈન્ડસ્ટ્રીઝ અને ટાઈમેક્સ ગ્રુપ ઈન્ડસ્ટ્રીઝ ૪.૯૯-૮.૫૫ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.