(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાના ઇન્ફલેશનના ડેટા અપેક્ષા કરતા હળવા આવ્યાં હોવાથી ફેડરલ રિઝર્વની વ્યાજદર વધારવા સંદર્ભનું આક્રમક વલમ પણ હળવું થશે એવી અટકળો પાછળ વિશ્ર્વબજારના સુધારા સાથે (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) એફઆઇઆઇની ચાલુ રહેલી લેવાલીના બળે શેરબજારમાં ગુરુવારે તેજીની આગેકૂચ ચાલુ રહી હતી.
ગુરુવારના સત્રમાં આઇટી બેન્ક અને ફાઇનાન્શિયલ શેરોમાં નવેસરની લેવાલી નીકળતાં સેન્સેક્સ ૫૧૫.૩૧ પોઇન્ટ અથવા તો ૦.૮૮ ટકાના ઉછાળા સાથે ૫૯,૩૩૨.૬૦ પોઇન્ટની સપાટીએ પહોંચી ગયો હતો. એ જ રીતે, એનએસઇના બેન્ચમાર્ક નિફ્ટીએ ૧૨૪.૨૫ પોઇન્ટ અથવા તો ૦.૭૧ ટકાની જમ્પ નોંધાવી હતી અને ૧૭,૬૫૯ પોઇન્ટની સપાટીએ પર્હોંંચ્યો હતો. એક્સિસ બેન્ક ૨.૭૫ ટકાના ઉછાળા સાથે સેન્સેક્સનો ટોપ ગેઇનર શેર બન્યો હતો. આ યાદીમાં ટોચના સ્થાને બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, ટેક મહિન્દ્રા, વિપ્રો, સ્ટેટ બેન્ક, ટીસીએસ અને ઇન્ડસઇન્ડ બેન્કનો સમાવેશ હતો.
જ્યારે ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં આઇટીસી, એનટીપીસી, એચટુએલ, ભારતી એરટેલ, મારુતિ અને નેસ્લે ઇન્ડિયાનો સમાવેશ હતો. આ શેરોમાં ૧.૫૬ ટકા સુધી ઘટાડો નોંધાયો હતો. એશિયાઇ બજારમાં હોંગકોંગ, શાંઘાઇ અને સિઓલ સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્કમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ટોકિયો એક્સચેન્જ નેગેટીવ ઝોનમાં સરકયું હતું.
યુરોપના શેરબજારોમાં પણ મધ્ય સત્ર સુધી નકારાત્મક વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. બજારના સાધનો અનુસાર અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા અનુકૂળ રહ્યાં હોવાથી ફેડરલનો ફફડાટ ઓસરતા એશિયાઇ બજારમાં સુધારો જોવા મળ્યો હતો અને તેને કારણે સ્થાનિક બજારમાં પણ સેન્ટિમેન્ટમાં સુધારો રહ્યો હતો અને તેને લીધે બેન્ચમાર્કને આગેકૂચમાં મદદ મળી હતી.
અમેરિકાના ફુગાવાના દરમાં જુલાઇમાં અપેક્ષા કરતા ઓછા વધારો નોંધાયો હોવાથી તેની મધ્યસ્થ બેન્ક ફેડરલ રિઝર્વ વ્યાજદ વધારાવામાં આક્રમકતા હળવી રાખશે એવી આશા વચ્ચે બુધવારે વોલ સ્ટ્રીટ પર જોરાદર ઉછાળા નોંધાયા હતા અને તેને કારણે એશિયાઇ બજારોમાં પણ તેજીનો રંગ જોવા મળ્યો હતો.
પાછલા કેટલાક સત્રથી વદિેશી સંસ્થાગત ફંડો લેવાલી કરી રહ્યાં હોવાથી પણ સેન્ટિમેન્ટને ટેકો મળ્ો હતો. પ્રારંભિક જાણકારી અનુસાર પાછલા સત્રમાં એફઆઇઆઇએ ભારતીય બજારમાં રૂ. ૧૦૬૧.૮૮ કરોડની લેવાલી નોંંધાવી હતી. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૦.૯૨ ટકાના સુધારા સાથે બેરલદીઠ ૯૮.૩૦ ડોલર બોલાયા હતા.
બીએસઈને વેચાણકર્તાએ સ્ટર્લિંગ એન્ડ વિલસન સોલારના રૂ.૧ની મૂળ કિંમતના ૧૧,૮૫,૩૯૪ ઈક્વિટી શેર્સની ઓફર ફોર સેલ કરી છે. આ ઓફર ફોર સેલ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ખૂલી ૧૬ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ બંધ થશે. આ ઓફર ફોર સેલ માટે રૂ.૨૭૦ની ફ્લોર પ્રાઈઝ નક્કી કરવામા આવી છે.
સોના સાથે પ્લેટિનિયમની માગ પણ વધી રહી હોવાથી ગ્રાહકો અને ઉત્પાદકો આ દિશામાં પણ આગળ વધી રહ્યાં છે. પ્લેટિનમ ઇવારાએ આ સીઝન માટે ૯૫ ટકા શુદ્ધ પ્લેટીનમના બનેલા નેકલેસ, રિસ્ટવેર, એરરિંગ સહિતના હીરાજડિત આભૂષણો રજૂ કર્યા છે. પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલને દક્ષિણ આફ્રિકાના અગ્રણી પ્લેટિનમ ઉત્પાદકો ભંડોળ પૂરુ પાડે છે. લાઇફ ઇશ્યુરેન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે વોલ્ટાસ લિ.માં કંપનીની ઈક્વિટી શેર્સ હિસ્સેદારી ૧,૫૯,૯૨,૯૬૫ (૪.૮૩૩%)થી વધીને ૨,૨૭,૦૪,૩૦૬ (૬.૮૬૧%) થઈ ગઈ છે.
તિલકનગર ઈન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો ૩૦ જૂન, ૨૦૨૨ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ઘટીને રૂ. ૬૮.૦૨ લાખ નોંધાયો છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. ૪૧૪.૫૬ તાખ હતો. સિનેલાઇન ઇન્ડિયાએ જૂન ક્વાર્ટરમાં રૂ. ૧૬૭૬ તાખની રેવેન્યૂ નોંધાવી છે. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૮૩ ટકા વધીને ૨૪,૭૨૭.૩૮ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. જ્યારે બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨ ટકા વધારાની સાથે ૨૭,૭૯૮.૦૨ પોઇન્ટ પર બંધ થયો છે.

Google search engine