(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: વિદેશી ફંડોની લેવાલીના ટેકા અને એકંદર સારા માહોલ છતાં અમેરિકાના ઇન્ફ્લેશનનના ડેટાની ટિંતા વચ્ચે સેન્સેક્સ અથડાઇ ગયો હતો અને ૩૬ પોઇન્ટ નીચી સપાટીએ લપસ્યો હતો. જોકે, નિફ્ટી બેન્ચમાર્કે સાધારણ સુધારો નોંધાવી પોઝિઠિવ ઝોનમાં પ્રવેશ કયો૪ હતો.

વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં પણ સેન્ટિમેન્ટ ઠંડુ હતું. રોકાણકારોને ચિંતા છે કે જો અમેરિકાના મજબૂત જોબ ડેટા બાદ ઇન્ફ્લેશનના ડેટા પણ સાનુકૂળ આવશે તો ફેડરલ રિઝર્વ માટે વ્યાજદર વધારવાનો માર્ગ મોકળો થઇ જશે. ફેડરલ આગળ એવા સંકેત પણ આપી ચૂકી છે.

આઇટી અને મેટલ શેરોના પ્રોફિટ બુકિંગ વચ્ચે અંતે સેન્સેક્સ ૩૫.૭૮ પોઇન્ટ અથવા તો ૦.૦૬ ટકાના ઘટાડા સાથે ૫૮,૮૧૭.૨૯ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૯.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૦૬ ટકાના સુધારા સાથે ૧૭,૫૩૪.૭૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

Google search engine