(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકન ફેડરલ રિઝર્વની મિનિટ્સની જાહેરાત અગાઉ રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કર્યું હોવાથી સેન્સેક્સે ૬૩૭ પોઇન્ટના ગાબડાં સાથે ૬૧,૦૦૦ પોઇન્ટની સપાટી ગુમાવી દીધી હતી અને નિફટી પણ ૧૮,૦૫૦ની નીચે સરકી ગયો હતો. એ જ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીને કારણે પણ બજારનું માનસ ખરડાયું હતું. સેન્સેક્સ સત્ર દરમિયાન ૭૦૦.૬૪ પોઇન્ટ અવા તો ૧.૧૪ ટકાના કડાકા સાથે ૬૦,૫૯૩.૫૬ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે ૬૩૬.૭૫ પોઇન્ટ અથવા તો ૧.૦૪ ટકાના ગાબડાં સાથે ૬૦,૬૫૭.૪૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૮,૨૪૩.૦૦ પોઈન્ટ્સ અને નીચામાં ૧૮,૦૨૦.૬૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૨૦૨.૦૦ પોઈન્ટ્સ અથવા ૧.૧૧ ટકા ઘટીને ૧૮,૦૩૦.૫૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકા ફેડ દ્વારા વ્યાજદર વધારાનો માર્ગ જાળવી રાખવાની શક્યતા અને ચીનમાં કોવિડના કેસમાં વધારા જેવા પરિબળોથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. રોકાણકારો સતત યૂએસ ફેડની ડિસેમ્બર બેઠકની મિનિટ્સની રાહ જોઈ રહ્યા છે.
સેન્સેક્સના શેરોમાં ૨.૩૨ ટકાના કડાકા સાથે ટાટા સ્ટીલ ટોપ લૂઝર શેર બન્યો હતો. આ પછી પાવરગ્રીડ, ટાટા મોટર્સ, વિપ્રો, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક, એચડીએફસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,નો સમાવેશ હતો. સેન્સેક્સના શેરોમાં માત્ર મારુતિ સુઝુકી અને ટીસીએસમાં સુધારો જોવા મળ્યો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે વૈશ્ર્વિક બજારની નોંધપાત્ર પીછેહઠની ચિંતા વચ્ચે સ્થાનિક બજારનું માનસ ખરડાયું હતું. ફેડરલની મિનિટ્સની જાહેરાત અગાુ આક્રમક વ્યાજવૃદ્ધિનો ભય ફરી જાગ્યો હતો. આ કારણોસર રોકામકારોએ પ્રોફિટ બુકિંગ કરવાનું શરૂ કર્યં હોવાથી માર્કેટ ગબડ્યું હતું. બજારનું ધ્યાન હવે કોર્પોરેટ અર્નિંગ્સ પર રહેશે. કેટલીક બેન્કોએ અમુક સારા ડેટા જાહેર કર્યા હોવાથી બેન્કિંગ ક્ષેત્રના પરિણામ સારા આવવાની આશા સેવાઇ રહી છે.
બપોરે ઈન્ટ્રા ડેમાં એક તબક્કે રોકામકારોની મૂડીમા રૂ. ૨.૭ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. વ્યાપક વેચવાલીના માહોલમાં નાના શેરોમાં પણ પીછેહઠ જોવા મળી હતી. મિડકેપ ઇન્ડેક્સ ૦.૯૭ ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ૦.૭૯ ટકા ગબડ્યો હતો. વૈશ્ર્વિક સ્તરે આઇએમએફના નિવેદનને કારણે પણ સેન્ટિમેન્ટ કોરવાયેલું રહ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટરે ચેતવણી આપી છે કે વૈશ્ર્વિક અર્થતંત્ર માટે વર્ષ ૨૦૨૨ કરતાં ૨૦૨૩ મુશ્કેલ વર્ષ હશે, કારણ કે વૈશ્ર્વિક વૃદ્ધિના તમામ મુખ્ય અર્થતંત્રો જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને યુરોપ નબળી આર્થિક સ્થિતીમાંથી પસાર થઈ રહ્યા છે. એ જ સાથે બ્રેન્ટ ક્રૂડના ભાવ સતત વધી રહ્યાં છે. ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો ભારત જેવા આયાત કરતા દેશોને નુકસાન પહોંચાડે છે, જ્યાં દેશના આયાત બિલમાં ક્રૂડનો મોટો હિસ્સો છે. આ રીતે બંને તરફી પરિબળો મોજૂદ છે. આ સત્રમાં મેટલ, પાવર, રિયલ્ટી, ઓઈલ-ગેસ, ટેલીકોમ, બેન્ક, ફાઈનાન્શિયલ, આઈટી અને ટેકનો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. ઇજઊ મિડકેપ અને ઇજઊ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૯૭ ટકા અને ૦.૭૯ ટકા ઘટીને બંધ રહ્યા હતા.સેન્સેક્સ પેકમાં આજે ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ૨.૩૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ડિવિસલેબના શેરમાં ૧.૦૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં મારૂતિ, એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ અને ડો રેડીઝ લેબનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ જેએસડબલ્યૂ સ્ટીલના શેરમાં ૪.૧૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, ઓએનજીસી અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે.
બધા સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટ્યા હતા અને માર્કેટ કેપમાં રૂ. ૨.૯૨ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સની બે કંપનીઓ વધી અને ૨૮ કંપનીઓ ઘટી હતી. આ માર્કેટ કેપ રૂ. ૨૮૧.૭૨ લાખ કરોડ રહ્યું હતું. જે પાછલા રૂ. ૨૮૪.૬૪ લાખ કરોડ હતું.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૧.૦૫ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૧.૦૯ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૯૭ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૭૯ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૧.૧૧ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૧.૦૭ ટકા, બીએસઈ ઓલ કેપ ૧.૦૬ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૧.૧૩ ટકા ઘટ્યા હતા.
બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧.૧૭ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૩૨ ટકા ઘટ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં કમોડિટીઝ ૧.૪૯ ટકા, ક્ધઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી ૦.૯૮ ટકા, એનર્જી ૧.૭૦ ટકા, એફએમસીજી ૦.૭૩ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૧.૦૩ ટકા, હેલ્થકેર ૦.૩૧ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૬૦ ટકા, આઈટી ૧.૦૦ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧.૨૩ ટકા, યુટિલિટીઝ ૧.૭૪ ટકા, ઓટો ૦.૭૧ ટકા, બેન્કેક્સ ૦.૯૭ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૭૮ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૭ ટકા, મેટલ ૨.૮૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૫૨ ટકા, પાવર ૧.૫૧ ટકા, રિયલ્ટી ૧.૯૯ ટકા, ટેક ૧.૦૪ ટકા અને સર્વિસીસ ૧.૪૪ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સમાં મારૂતિ સુઝુકી ઈન્ડિયા ૦.૨૨ ટકા અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ ૦.૧૦ ટકા વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૨.૩૨ ટકા, ટાટા મોટર્સ ૨.૦૯ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૦૯ ટકા, વિપ્રો ૧.૮૩ ટકા અને ઈન્ફોસિસ ૧.૮૨ ટકા ઘટ્યા હતા. આજે બધા ગ્રુપની કુલ ૧૯ કંપનીઓમાંથી ૧૬ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.