રિલાયન્સની પીછેહઠ છતાં ક્રૂડના ભાવ ઘટાડા પાછળ સેન્સેક્સ ૬૧૭ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ૧૬,૦૦૦ની લગોલગ પહોંચ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: લાંબા સમયગાળા પછી એફઆઇઆઇએ શરૂ કરેલું બાઇંગ, ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડો અને યુરોપના શેરબજારમાં આવેલા સુધારા પાછળ સ્થાનિક બજારમાં નીકળેલી નવેસરની લેવાલીને આધારે સેન્સેક્સે ૬૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ૧૬,૦૦૦ની લગોલગ પહોંચી ગયો હતો.
રિલાયન્સ સહિતના કેટલાક ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં પીછેહઠ છતાં સત્ર દરમિયાન ૬૮૪.૯૬ પોઇન્ટ અથવા તો ૧.૨૮ ટકાના ઉછાળા સાથે ૫૩,૮૧૯.૩૧ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતમાં બીએસઈનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૬૧૬.૬૨ એટલે કે ૧.૧૬ ટકાના સુધારા સાથે ૫૩,૭૫૦.૯૭ પોઇન્ટના સ્તર પર અને એનએસઈનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૧૭૮.૯૫ પોઇન્ટ એટલે કે ૧.૧૩ ટકાની તેજીની સાથે ૧૫,૯૮૯.૮૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો.
સેન્સેક્સના શેરોમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, હિંદુસ્તાન યુનિલીવર, એશિયન પેઇન્ટ, ટાઇટન, મારુતિ સુઝુકી ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેન્ક અને નેસ્લે ટોપ ગેઇનર બન્યા હતા. જયારે પાવર ગ્રીડ, એનટીપીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટૂબ્રો તથા ટોટો સ્ટીલ ટોપ લૂઝર બન્યા હતા.
બજારના સાધનો અનુસાર એફઆઇઆઇએ પાછલાસત્રમાં લેવાલી નોંધાવી હોવાથી રોકાણકારોનો વિશ્ર્વાસ વધ્યો હતો. એક્સચેન્જ પાસેથી ઉપલબ્ધ પ્રારંભિક માહિતી અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૧૨૯૫.૮૪ કરોડના શેરની લેવાલી નોંધાવી છે.
એશિયાઇ બજારોમાં ટોકિયો, શાંઘાઇ, હોંગકોંગ અને સિઓલમાં બુધવારે નરમાઇ જોવા મળી હતી, જ્યારે યુરોપના બજારોમાં મધ્ય સત્ર સુધી તેજી રહી હોવાના અહેવાલો હતો. અમેરિકાના બજારોમાં મંગળવારે તેજી રહી હતી. ક્રૂડ ઓઇલના ભાવ જોકે પાછલા સત્રમાં ૧૦ ટકાના કડાકા બાદ આ સત્રમાં ૨.૪૩ ટકાના સુધારા સાથે બેરલદીઠ ૧૦૫.૩ બોલાયા હતા. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ૩૮૬.૫૧ પોઇન્ટ અથવા તો ૧.૭૬ ટકા વધીને ૨૨,૩૪૬.૦૬ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. જ્યારે બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૪ ટકા અથવા તો ૨૩૫.૭૮ પોઇન્ટના વધારાની સાથે ૨૫,૨૩૯.૬૮ પોઇન્ટ પર બંધ થયા છે. ખાસ કરીને બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ૦.૦૩-૨.૬૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી ૧.૫૦ ટકાના વધારાની સાથે ૩૪,૩૨૪.૨૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
અગ્રણી શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, બ્રિટાનિયા, એચયુએલ, આઈશર મોટર્સ, હિરો મોટોકોર્પ, એશિયન પેંટ્સ અને ટાઈટન ૩.૩૬-૪.૭૫ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે ઓએનજીસી, પાવર ગ્રિડ, હિંડાલ્કો, એચડીએફસી લાઈફ, એનટીપીસી, રિલાયન્સ, કોલ ઈન્ડિયા અને એલએન્ડટી ૦.૩૧-૪.૮૩ ટકા સુધી ઘટીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં કન્સાઈ નેરોલેક, એબીબી ઈન્ડિયા, ઈમામી, હનીવેલ ઓટોમોટિવ અને રેમ્કો સિમેન્ટ્સ ૪.૫૮-૭.૭૫ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઑયલ ઈન્ડિયા, ગ્લેક્સોસ્મિથ, પીએન્ડજી, અજંતા ફાર્મા અને બેયર કોર્પસાઈન્સ ૨.૦૧-૮.૯૭ ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મોલકેપ શેરોમાં કિરિ ઈન્ડસ્ટ્રીઝ, રેસ્પોંસિવ ઈન્ડસ્ટ્રીઝ, હિમાદ્રિ સ્પેશલ, અજમેરા રિયલ્ટી અને અપોલો પાઈપ્સ ૧૧.૨૫-૨૦.૦૦ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જોકે સ્મોલકેપ શેરોમાં ચેન્નઈ પેટ્રો, એમઆરપીએલ, સોરિલ ઈન્ફ્રા, એચઓઈસી અને ગ્રેવિટા ઈન્ડિયા ૪.૯૮-૮.૪૧ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.