(વાણિજ્ય પ્રતનિધિ તરફથી)

મુંબઇ: વિશ્ર્વબજારના પોઝિટીવ ટ્રેન્ડ સાથે સ્થાનિક ઇકોનોમિક ડેટાની સકારાત્મક અસર વચ્ચે ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત તેજીની હેટટ્રીક સાથે થઇ હતી. સેન્સેક્સે સતત ત્રીજા સત્રની આગેકૂચમાં ૩૭૯ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો, જ્યારે નિફ્ટીએ ૧૭૮૦૦ની સપાટી વટાવી નાંખી હતી.

એશિયન શેરબજારો દિશા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને ક્રૂડ ઓઇલના ભાવ અને કોમોડિટી-લિંક્ડ કરન્સીને પછાડનારા નબળા ચાઇના ડેટાને પગલે વૈશ્ર્વિક વૃદ્ધિની ચિંતાઓથી વિશ્ર્વના ઈકવિટી બજારોનું સેન્ટિમેન્ટ નરમ રહ્યું હતું. જોકે પાછળથી એશિયાઇ બજારોની આગેકૂચ સાથે સ્થાનિક શેરબજારની શરૂઆત મંગળવારે ઊંચા મથાળે થઈ હતી.

ગ્રાહક ફુગાવો સતત ત્રીજા મહિને હળવો થયો છે તે દર્શાવતા ડેટા ને કારણે સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો હતો. ડેટા ને આધારે એવી આશા બંધાઈ રહી છે કે મધ્યસ્થ બેન્ક આવતા મહિને તેના દરમાં વધારાની ગતિ પર લગામ લગાવી શકે છે.

ખાસ કરીને બેન્કિંગ અને ઓટો શેરોમાં લેવાલી અને વધારો જોવા મળ્યો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક ટકાથી વધારો સુધારો નોંધાયોે છે. મંગળવારે રજાના કારણે ભારતના કરન્સી અને ડેટ માર્કેટ બંધ રહ્યા હતા.

Google search engine