સેન્સેક્સ ૧૨૦૦ પોઇન્ટનો કડાકો બોલાવી ૬૦,૦૦૦ની ઉપર પાછો ફર્યો

દેશ વિદેશ

પ્રારંભિક સત્રમાં શેરધારકોની સંપત્તિમાંથી ₹ ૨.૨૧ લાખ કરોડનું ધોવાણ નોંધાયું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ફેડરલ દ્વારા વ્યાજદરમાં જોરદાર વૃદ્ધિના ફફડાટ વચ્ચે વેચવાલી તીવ્ર બનતા સેન્સેક્સ ૧૨૦૦ પોઇન્ટનો કડાકો બોલાવી અંતે ૬૦,૦૦૦ની ઉપર પાછો ફર્યો હતો. જોકે, સવારના સત્રમાં આ કડાકા દરમિયાન શેરધારકોની સંપત્તિમાંથી રૂ. ૨.૨૧ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું.
સત્રને અંતે માર્કેટ કેપ રૂ. ૨૮૫.૯૪ લાખ કરોડ રહ્યું હતું, જે પાછલા સત્રમાં રૂ. ૨૮૬.૭૧ લાખ કરોડ હતું. આમ આ સત્રમાં અંતે રૂ. ૭૬,૧૯૬.૫૪ કરોડનું ધોવાણ થયુંં હતું. અમેરિકામાં ઓગસ્ટમાં ફુગાવો અપેક્ષાથી ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વધારો કરશે એવી આશંકા વચ્ચે વિશ્ર્વબજારમાં જોરદાર વેચવાલીના અહેવાલો વચ્ચે સ્થાનિક બજારનું માનસ ડહોળાયું હતું અને સેન્સેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યો હતો.
સત્ર દરમિયાન ૧૧૫૦ પોઇન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ ૨૨૪.૧૧ પોઇન્ટ અથવા તો ૦.૩૭ ટકાના ઘટાડા સાથે ૬૦,૩૪૬.૯૭ પોઇન્ટની અને નિફ્ટી આ સત્રમાં ૬૬.૩૦ પોઇન્ટ અથવા તો ૦.૩૭ ટકાના ઘટાડા સાથે ૧૮,૦૦૩.૭૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.