ઇન્ફીની આગેવાની હેઠળ આઇટી શેરોની વેચવાલીનું દબાણ યથાવત્ રહેતા બીજા દિવસની પીછેહઠમાં સેન્સેક્સ વધુ ૫૦૯ પોઇન્ટ તૂટ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના મંદીના સંકેત સાથે સ્થાનિક બજારમાં ઇન્ફીની આગેવાની હેઠળ આઇટી શેરોની વેચવાલીનું દબાણ યથાવત્ રહેતા બીજી દિવસની પીછેહઠમાં સેન્સેક્સમાં ૫૦૯ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. આ સત્રમાં બેન્કિંગ અને એફએમસીજી શેરોમાં પણ સારી વેચવાલી અને પીછેહઠ રહી હતી. બીએસઇનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક સેન્સેક્સ સત્રને અંતે ૫૦૮.૬૨ પોઇન્ટ અથવા તો ૦.૯૪ ટકાના ઘટાડા સાથે ૫૩,૮૮૬.૬૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૧૫૭.૭૦ પોઇન્ટ અથવા તો ૦.૯૭ ટકાના ઘટાડા સાથે ૧૬,૦૫૮.૩૦ પોઇન્ટની સપાટીએ સ્થિર રહ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં ૨.૩૩ ટકાના કડાકા સાથે ઇન્ફોસિસ ટોપ લૂઝર શેર રહ્યો હતો. આ યાદીમાં ઇન્ફી પછી ગબડનારા શેરોમાં નેસ્લે ઇન્ડિયા, પોવર ગ્રીડ, હિદુસ્તાન યુનિલીવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચસીેલ ટેકનોલોજી અને કોટક મહિન્દ્રાનો ક્રમ રહ્યો હતો. વધનારા શેરોમાં માત્ર ત્રણ શેર હતા, જેમાં એનટીપીસી, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ હતો. આ શેરોમાં ૧.૮૭ ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો. આ સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી અને તેના ઇન્ડેક્સમાં પીછેહઠ નોંધઆઇ હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૫૧ ટકા લપસીને બંધ થયો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૩૨ ટકાનો વધારો નોંધાયો છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૨ ટકા ઘટીને બંધ થયા છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ ૦.૦૫-૧.૧૬ ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી ૦.૩૨ ટકાના ઘટાડાની સાથે ૩૫,૪૬૯.૬૫ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, પીએસયુ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરો મજબૂતીની સાથે બંધ થતા જોવા મળ્યા. અગ્રણી શેરોમાં આઈશર મોટર્સ, હિંડાલ્કો, ઈન્ફોસિસ, બીપીસીએલ, ગ્રાસિમ, ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયા અને એચસીએલ ટેક ૧.૮૫-૩.૩૪ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે એનટીપીસી, કોલ ઈન્ડિયા, શ્રી સિમેન્ટ, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ અને અદાણી પોર્ટ્સ ૦.૧૨-૧.૪૨ ટકા સુધી વધીને બંધ થયા છે. મિડકેપ શેરોમાં ભારત ફોર્જ, આરબીએલ બેન્ક, નિપ્પોન, ચોલા ઈન્વેસ્ટ અને ટોરેન્ટ પાવર ૨.૯૩-૩.૭૪ સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં અદાણી પાવર, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, એસજેવીએન, રાજેશ એક્સપોર્ટ્સ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ ૨.૨૮-૨.૭૯ ટકા સુધી ઉછળો છે.
સ્મોલોકપ શેરોમાં ન્યુલેન્ડ લેબ, કિંગફા સાઈન્સ, સ્ટરલિંગ ટૂલ્સ, મિર્ઝા આઈએનટીએલ અને એએમઆઈ ઑર્ગેનિક ૪.૪૬-૭.૮૧ ટકા સુધી લપસ્યા છે. જોકે સ્મોલકેપ શેરોમાં એક્સચેન્જિંગ સોલ, બીજીઆર એનર્જી, યુનિવર્સલ કેબલ, આઈટીઆઈ અને વક્રાંગી ૧૨.૯૦-૧૯.૯૮ ટકા સુધી ઉછળા છે. માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે સીપીઆઇના ડેટા જાહેર થાય એ પહેલા વિશ્ર્વબજારમાં મંદીના માહોલ વચ્ચે ફરી વ્યાજદરના વધારાના ભણકારા વાગવા માંડ્યા છે. અમરિકાના મજબૂત જોબ ડેટા અને ઇન્ફ્લેશનના વધતા દબાણને જોતા ફેડરલ વધુ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરશે એવો ભય ફરી જાગ્યો છે. ચીનમાં ફરી કોરોનાનાન વના વેરિએન્ટના વધી રહેલા કેસને કારણે માગમાં ઘટાડો થવાથી ક્રૂડ ઓઇલના ભાવ દબાણ હેટળ રહ્યાં છે. એશિયાઇ બજારોમાં શાંઘાઇ, ટોકિયો, હોંગકોંગ અને સિઓલ બજારમાં પીછેહઠ નોંધાઇ હતી. યુરોપના મહત્ત્વના શેરબજારોમાં મધ્યસત્ર સુધી નરમાઇ રહી હોવાના અહેવાલો હતો. અમેરિકાના શેરબજારોમાં સોમવારે નરમાઇનું વલણ જોવા મળ્યું હતું. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૨.૩૭ ટકાના ઘટાડા સાથે ૧૦૪.૬ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) નેટ સેલર્સ જ રહ્યાં હતા અને પાછલા સત્રમાં એક્સચેન્જની પ્રારંભિક માહિતી અનુસાર વિદેશી ફંડોએ રૂ. ૧૭૦.૫૧ કરોડની વેચવાલી નોંધાવી હશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.