સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટ નીચે પટકાઇ અંતે ૧૧૧ પોઇન્ટ તૂટ્યો, રિલાયન્સમાં સાત ટકાનો કડાકો

શેરબજાર

મુંબઇ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં કડાકા બોલી જતાં સપ્તાહના અંતિમ સત્રમાં સેન્સેક્સમાં ૧૧૧ પોઇન્ટનું મોટું ગાબડું નોંધાયું હતું. સત્ર દરમિયાન ૯૨૪.૬૯ પોઇન્ટ અથવા તો ૧.૭૪ ટકાના કડાકા સાથે ૫૨,૦૯૪.૨૫ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૧૧૧.૦૧ પોઇન્ટ અથવા તો ૦.૨૧ ટકાના ઘટાડા સાથે ૫૨,૯૦૭.૯૩ પોઇન્ટ સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૨૮.૨૦ પોઇન્ટ અથવા તો ૦.૧૮ ટકાના ઘટાડા સાથે ૧૫,૭૫૨.૦૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સરકારે પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ (એટીએફ) પર નિકાસ વેરો લ્દાયો હોવાના સમાચાર બાદ વેચવાલીનું દબાણ વધી જવાને કારણે શુક્રવારે સવારના સત્રમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં નવ ટકાનો અને ઓએનજીસીના શેરમા ૧૧ ટકાનો કડાકો બોલાઇ ગયો હતો. સત્રને અંતે રિલાયન્સ ૭.૧૪ ટકાના અથવા તો રૂ. ૧૮૫.૧૦ના કડાકા સાથે રૂ. ૨૪૦૮.૯૫ની સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે ઓએનજીસીનો શેર ૧૩.૪૦ ટકા અથવા તો રૂ. ૨૦.૩૦ના ઘટાડા સાથે રૂ. ૧૩૧.૧૫ની સપાટીએ સ્થિર થયો હતો. સરકારે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિકાસિત થતા પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ પર એક્સ્પોર્ટ ટેક્સ લાદ્યો હતો, જ્યારે ઓએનજીસી અને વેદાંત લિમિટેડ જેવી કંપનીઓ પર સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓેઇલ પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો છે. આર્બિટ્રેશન ટ્રીબ્યુનલે હીરો મોટોકોર્પને તેના આગામી ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ માટે હીરો ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ફોક્સવેગન વર્ટસ માટે મેગા ડિલિવરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોક્સવેગને મેગા ડિલિવરી ડ્રાઇવ હેઠળ ભારતીય બજારમાં લોન્ચ થયાના બે અઠવાડિયામાં ગ્રાહકોને ૨,૦૦૦ ફોક્સવેગન વર્ટસની ડિલિવરી સાથે પ્રીમિયમ મિડસાઇઝ સેડાન સેગમેન્ટને ફરી વેગ આપ્યો છે. આ જ સાથે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવ્યું છે. કંપનીએ પ્રારંભિક એક્સ શોરૂમ ભાવ રૂ. ૧૧.૨૧ લાખ જાહેર કર્યો હતો.
રિલાયન્સ સેન્સેક્સના શેરમાં ટોપ લૂઝર બન્યો હતો. અન્ય લૂઝર શેરોમાં પાવરગ્રીડ, એનટીપીસી, ભારતી એરટેલ, મારુતિ, ડો. રેડ્ડૂીઝ લેબ અને આઇસીઆઇસીઆઇ બેન્કનો સમાવેશ હતો. જ્યારે આઇટીસી, બજાજા ફાઇનાન્સ ,બજાજ ફિનસર્વ, હિંદુસ્તાન યુનિલીવર, એશિયન પેઇન્ટ, ટીસીએસ અને એચડીએફસીનો સમાવેશ હતો.
મિડકેપ અને સ્મોલકેપ શેરો નબળાઈ જોવા મળી હતી. આજે માર્કેટ કેપ રૂ.૨૪૩.૭૩ કરોડ રહ્યું હતું, જે ગઈ કાલે રૂ.૨૪૩.૭૩ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૦૧ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૬૭ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૦૯ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૦૬ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૦૭ ટકા અને બીએસઈ ઓલ કેપ ૦.૦૭ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૧૧ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૦૩ ટકા ઘટ્યા હતા.
આઈપીઓ ઈન્ડેક્સ ૦.૯૩ ટકા અને એસએમઈ આઈપીઓ ૧.૬૪ ટકા વધ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ ૦.૯૬ ટકા, સીડીજીએસ ૦.૮૦ ટકા, એફએમસીજી ૨.૪૭ ટકા, ફાઈનાન્સ ૧.૦૧ ટકા, હેલ્થકેર ૦.૬૨ ટકા ઘટ્યા હતા. જ્યારે ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૧૫ ટકા, આઈટી ૦.૭૨ ટકા, ઓટો ૦.૧૦ ટકા, બેન્કેક્સ ૦.૩૯ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૦૧ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૮ ટકા, મેટલ ૦.૩૯ ટકા, રિયલ્ટી ૧.૬૫ ટકા અને ટેક ૦.૭૧ ટકા વધ્યા હતા, જ્યારે એનર્જી ૩.૯૯ ટકા, ટેલિકોમ ૦.૩૬ ટકા, યુટિલિટીઝ ૦.૮૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.૨૧ ટકા અને પાવર ૦.૭૭ ટકા ઘટ્યા હતા. સેન્સેક્સમાં આઈટીસી ૩.૯૯ ટકા, બજાજ ફાઈનાન્સ ૩.૯૭ ટકા, બજાજ ફિનસર્વ ૩.૬૩ ટકા, એશિયન પેઈન્ટ ૨.૮૦ ટકા અને હિન્દુસ્તાન યુનિલિવર ૨.૩૪ ટકા વધ્યા હતા, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૭.૧૪ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૫૩ ટકા, એનટીપીસી ૧.૮૨ ટકા, ભારતી એરટેલ ૧.૫૪ ટકા અને મારુતિ સુઝુકી ઈન્ડિયા ૦.૮૭ ટકા ઘટ્યા હતા. ટેક્નિકલ એનાલિસ્ટ માને છે કે બજારની ચાલ આ જ રીતે રોલરકોસ્ટરની જેમ ચાલ્યા કરશે અને તીવ્ર વોલેટાલિટી જોવા મળશે. નિફ્ટી જ્યાં સુધી તેના ૧૫,૭૦૦-૧૫,૭૮૦ના રેઝિસ્ટન્સ ઝોનને પાર કરવામાં સફળ ના થાય ત્યાં સુધી એકધારી આગેકૂચ સંભવ નથી. રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવવું જરૂરી છે.
બજારના અગ્રણી એનાલિસ્ટે કહ્યું હતું કે તેજી માટે પોષક એવા કોઇ સમાચાર નથી. એફઆઇઆઇની વેચવાલી પણ ચાલુ રહી છે અને તેમાં ઘટાડો થવાની કે બ્રેક લાગવાની સંભાવના ઓછી છે, કારણ કે ડોલર સતત મજબૂત થતો રહ્યો છે અને અમેરિકાની બોન્ડ યિલ્ડ આકર્ષક છે અને તેમાં વધારો થવાની અપેક્ષા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.