સેન્સેક્સ, નિફ્ટીએ સતત ત્રીજા દિવસે આગેકૂચ જારી રાખી

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા અને મિશ્ર સંકેત વચ્ચે પ્રારંભિક સત્રમાં નીચી સપાટીએ ગબડેલા સેન્સેક્સ અને નિફ્ટીને બેન્ક, ઓટો અને મેટલ શેરોમાં લેવાલીનો ટેકો મળ્યો હતો અને બંને બેન્ચમાર્ક સતત ત્રીજા દિવસે આગેકૂચ જારી રાખવામાં સફ્ળ રહ્યાં હતાં.
સેન્સેક્સ ૨૪૬.૪૭ પોઇન્ટ અથવા તો ૦.૪૫ ટકાના વધારા સાથે ૫૪,૭૬૭.૬૨ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૬૨.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૩૮ ટકા વધીને ૧૬,૩૪૦.૫૫ની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સના શેરોમાં એક્સિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ઇન્ડ્સઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, અલ્ટ્રા ટેક સિમેન્ટ અને સ્ટેટ બેન્કનો સમાવેશ મેજર ગેઇનર્સમાં હતો. જ્યારે નેસ્લે ઇન્ડિયા, એચસીેલ ટેકનોલોજી, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ફોસિસ, ડો. રેડ્ડીઝ સેબ અને એશિયન પેઇન્ટ ટોપ લૂઝર શેરોની યાદીમાં હતા. સેન્સેક્સમાં એક્સિસ બેન્ક ૨.૩૫ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૦૯ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૮૯ ટકા, ટાટા સ્ટીલ ૧.૬૫ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૩ ટકા વધ્યા હતા, જ્યારે નેસ્ટલે ઈન્ડિયા ૧.૩૭ ટકા, એચસીએલ ટેક ૧.૧૪ ટકા, સન ફાર્મા ૦.૮૩ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૦.૬૫ ટકા અને ડો. રેડ્ડી ૦.૩૮ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની ૩ કંપનીઓને ઉપલી સર્કીટ સાથે બધા ગ્રુપની ટોટલ ૧૩ કંપનીઓને ઉપલી સર્કિટ લાગી હતી. બજારનો અંડરટોન સારો રહ્યો હતો. સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ લેવાલી અને સુધારો જોવા મળ્યો હતો. રિઅલ્ટી ઇન્ડેક્સ ૨.૬૬ ટકા ઊછળ્યો હતો. પાછલા સત્રમાં એફઆઇઆઇએ રૂ. ૧૫૬.૦૮ કરોડના શેર ખરીદ્યા હોવાથી પણ સેન્ટિમેન્ટમાં સુધારો હતો. એશિયાઇ બજારોમાં સિઓલ અને હોંગકોંગ શેરબજાર નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા, જ્યારે ટોકિયો અને શાંઘાઇ પોઝિટીવ ઝોનમાં પાછાં ફર્યા હતા. યુરોપના શેરબજારોમાં મધ્યસત્ર સુધી મિશ્ર હવામાન રહ્યું હોવાના અહેવાલ હતા. અમેરિકાના મહત્ત્વના શેરબજાર સોમવારે નીચી સપાટીએ ગબડ્યા હતા. મૂડીબજારની ગતિવિધિ ધીમે ધીમે ચાલુ થઇ રહી છે. ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે ક્વોન્ટમ નિફ્ટી ૫૦ ઇટીએફ ફંડ ઓફ ફંડ રજૂ કર્યું છે, જે નિફ્ટી ૫૦ ઇટીએફના યુનિટમાં રોકાણ કરશે. આ ઇટીએફ એફઓએફ ભારતનું પ્રથમ પ્રકારનું નિફ્ટી ૫૦ ઇટીએફ ફંડ ઓફ ફંડ છે, જેનો એનએફઓ એક ઓગસ્ટ સુધી ખૂલો રહેશે. આ એફઓએફ દ્વારા ડિમેટ ખાતું ખોલાવ્યા વિના ભારતના નિફ્ટીના ટોપ ૫૦ શેરમાં રોકાણ કરી શકાય છે. ઉદ્યોગો કોરોના પછી ફરી ધમધમતા થયા હોવા સાથે ઇજનેરી ક્ષેત્રે વધી રહેલા ઉત્સાહ વચ્ચે જેઇઇ મેઇન,૨૦૨૨ના પ્રથમ સેશનમાં મુંબઇના આકાશ બાયજુસના વિવિધ કેન્દ્રોના ૧૪ વિદ્યાર્થીઓએ૯૯ પર્સેન્ટાઇલથી ઊંચો સ્કોર નોંધાવ્યો છે. ઉદ્યોગો પણ ફરી ઇજનેરી ક્ષેત્રે ફરી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. યુનિયન એએમસીએ યુનિયન ગિલ્ટ ફંડ લોન્ચ કર્યો છે. આ ઓપન એન્ડેડ ડેટ સ્કીમ તેની કુલ એસેટનું ઓછામાં ઓછું ૮૦ ટકા રોકણ વિવિધ મેચ્યોરિટીની ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં કરશે. આ એનએફઓ પહેલી ઓગસ્ટ સુધી ખૂલો રહેશે અને તેમાં ઓછામાં ઓછું રૂ. ૧૦૦૦નું રોકાણ કરી શકાશે. કોરોના આમ તો સમાપ્ત થઇ ગયો છે પરંતુ ક્લાઇમેટ ચેન્જની ઉદ્યોગો અને વૈશ્ર્વિક અર્થતંત્ર પર થઇ રહેલી અસરો અંગે સેન્ટ પીટર્સબર્ગ દ્વારા આર્કટિકમાં ક્લાઇમેટ ચેન્જ અપનાવવા સંદર્ભના પરિસંવાદનું આયોજન થયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.