સર્વિસ પીએમઆઇની પીછેહઠ અને વ્યાપાર ખાધના ઉછાળા છતાં સેન્સેક્સ સતત છઠ્ઠા દિવસે આગેકૂચ કરવામાં સફળ

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અનેક નકારાત્મ્ક પરિબળ છતાં વિશ્ર્વબજારના એકંદર પોઝિટીવ ટ્રેન્ડને અનુસરી સત્રના અંતિમ તબક્કામાં નીકળેલી લેવાલીને બળે સેન્સેક્સે સતત છઠા સત્રમાં આગેકૂચ જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. વિદેશી ફંડો દ્વારા ફરી શરૂ થયેલી લેવાલીને કારણે પણ સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.
કેટલાક નકારાત્મક પરિબળોની હાજરી છતાં ભારે રસાકસીમાંથી પસાર થઇને શેરબજાર સતત છઠા સત્રમાં આગેકૂચ જાળવવામાં સફળ રહ્યું છે. એક તબક્કે સેન્સેકસ ૫૮,૦૦૦ની નીચે સરકી જવા છતાં અંતે સેન્સેક્સ ૨૧૪.૧૭ પોઇન્ટ અથવા તો ૦.૩૭ ટકાના સુધારા સાથે ૫૮,૩૫૦.૫૩ પોઇન્ટની અને નિફ્ટી ૪૨.૭૦ પોઇન્ટ અથવા તો ૦.૨૫ ટકાની વૃદ્ધિ સાથે ૧૭,૩૮૮.૧૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે.
બજારના બાઉન્સ બેકનું કારણે બજારના પીઢ અભ્યાસુઓ એફઆઇઆઇની લેવાલીને માને છે. વિદેશી ફંડોએ પાછલા ચાર સત્રમાં એક એબજ ડોલરની લેવાલી નોંધાવી છે. એ જ સાથે ક્રઊડ ઓઇલના ભાવનો ઘટાડો પણ તેજી માટે ટેકો આપનાર પરિબળ બન્યું છે. જોકે, આ તરફ અમેરિકા અને ચીનના સંભવિત ઘસરણથી માંડી ચીન અને અમેરિકાના અર્થતંત્રની ચિંતા ઉપરાંત સ્થાનિક સ્તરે મેક્રો ઇકોનોમિક્સ ડેટા નેગેટીવ રહ્યાં છે.
ફુગાવાના અને સ્પર્ધાત્કતાના વધતા દબાણ જેવા કારણોસર જુલાઇમાં સર્વિસ સેકટરની કામગારી કથળી હતી. ગ્લોબલ ઇન્ડિયા સર્વિસિસ પીએમઆઇ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ જુનમાં ૫૯.૨ના સ્તરે હતો તે જુલાઇમાં ૫૫.૫ના સ્તરે પહોંચ્યો હતો, જે ચાર મહિનાનો સૌથી ધીમો ગ્રોથ રેટ દર્શાવે છે. દરમિયાન જુલાઇમાં નિકાસમાં ૧૭ મહિનામાં પહેલી વખત સાધારણ ઘટાડો નોંધાયો હતો, પરંતુ ખાસ કરીને ક્રૂડ ઓઇલના આયાતમાં ૭૦ ટકાનો વધારો થવાને કારણે વ્યાપાર ખાધ લગભગ ત્રણગણી વધીને ૩૫.૨૪ અબજ ડોલરની સપાટીએ પહોંચી હતી.
ટેક્નિકલ નિષ્ણાતો જણાવે છે કે પાછલા સત્રમાં નિફ્ટીએ ઇનડિસિસિવ પેટર્ન બનાવી હતી અને આ સત્રમાં બુલીશ કેન્ડલની રચના કરી છે. એકંદર સાર એવો જણાય છે કે નિફ્ટીએ આગેકૂચ માટે ૧૭,૫૦૦ની સપાટી વટાવવી અનિવાર્ય છે. ટેક મહિન્દ્રા ૧.૯૭ ટકાના ઉછાળા સાથે સેન્સેક્સનો ટોપ ગેઇનર બન્યો હતો. આ પછીના ક્રમમાં ટીસીએસ, ઇન્ફોસિસ, ટાઇટન, એશિયન પેઇન્ટ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી એરટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ હતો. જ્યારે મારુતિ સુઝુકી, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ અને આઇટીસી ટોપ લૂઝર્લ શેરની યાદીમાં હતા.
અદાણી વિલમરે પ્રથમ ક્વાર્ટરમાં ૧૦ ટકાના વધારા સાથે રૂ. ૧૯૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, કંપનીનીન રેવેન્યુમાં ૩૦ ટકાનો વધારો થયો છે. ઈમામી લિમિટેડ જૂથની અગ્રણી આયુર્વેદિક હેર એન્ડ સ્કેલ્પ કેર બ્રાન્ડ કેશ કિંગે તેના એન્ટિડેન્ડ્રફ શેમ્પૂ વેરિયન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અભિનેતા અલી ફઝલની પસંદગી કરી છે. ભારતમાં ડેન્ડ્રફ શેમ્પૂનો વપરાશ ૩૩% જેટલો થાય છે. જેમાં, આયુર્વેદિક ડેન્ડ્રફ શેમ્પૂ , કોસ્મેટિક ડેન્ડ્રફ શેમ્પૂની તુલનાએ ઝડપી વૃદ્ધિ દર ધરાવે છે, અને તેમાં નોંધપાત્ર વૃદ્ધિનો અવકાશ રહેલો છે.
બીએસઇનો ચોખ્ખો નફો પ્રથમ ત્રિમાસક સમયગાળામાં ૨૩ ટકાના ઘટાડા સાથે રૂ. ૪૦ કરોડના સ્તરે પહોંચ્યો છે. વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કંપનીએ રૂ. ૫૧.૯ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કુલ રેવન્યુ ૬.૪ ટકાના વધારા સાથે રૂ. ૧૯૭.૭ કરોડ નોંધાઇ છે, જે વષ૪ અગાઉ રૂ. ૧૮૫.૭ કરોડના સ્તરે હતી. એ જ રીતે, ઇક્વિટી સેગમેન્ટનું ટર્નઓવર ૨૮ ટકાના ઘટાડા સાથે રૂ. ૪૦૫૭ કરોડની સપાટીએ પહોંચ્યું હતું. ટેક મહિન્દ્રા ૧.૯૭ ટકા, ટાટા ક્ધસ્લટન્સી સર્વિસિસ ૧.૫૧ ટકા, ઈન્ફોસિસ ૧.૪૪ ટકા, ટાઈટન ૧.૨૭ ટકા અને એશિયન પેઈન્ટ્સ ૧.૨૨ ટકા વધ્યા હતા, જ્યારે મારુતી ૨.૨૯ ટકા, સન ફાર્મા ૨.૧૭ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૧.૭૫ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૯૦ ટકા અને બજાજ ફાઈનાન્સ ૦.૬૫ ટકા ઘટ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.