Homeદેશ વિદેશસેન્સેક્સ ૭૭૩ પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી ૧૭૯૦૦ની નીચે સરક્યો

સેન્સેક્સ ૭૭૩ પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી ૧૭૯૦૦ની નીચે સરક્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારમાં કોઇ ટ્રીગરના અભાવ વચ્ચે સ્થાનિક સ્તરે ડેરિવેટીવ્ઝ સેગમેન્ટમાં ચાલુ મહિનાના વલણના અંતિમ દિવસે ભારે અફડાતફડી જોવા મળી હતી અને અદાણીને લગતા હીડનબર્ગના રિપોર્ટને કારણે સેન્ટિમેન્ટ ખોરવતા વેચવાલીનું દબાણ વધી ગયું હોવાથી સેન્સેક્સ એક તબક્કે ૯૦૦ પોઇન્ટ તૂટીને ૬૦,૧૦૦ની નીચેે, જ્યારે નિફ્ટી ૧૭૮૫૦ની નીચે સરકી ગયો હતો.
સત્ર દરમિયાન લગભગ ૯૦૦ પોઇમ્ટના કડાકા સાથે ૬૦,૦૮૧.૩૬ પોઇન્ટની સપાટીને અથડાઇને અંતે બીએસઈનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૭૭૩.૬૯ પોઇન્ટ એટલે કે ૧.૨૭ ટકાના ઘટાડાની સાથે ૬૦૨૦૫.૦૬ પોઇન્ટના સ્તર પહોંચ્યો હતો. જ્યારે એનએસઈનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૨૨૬.૩૦ પોઇન્ટ એટલે કે ૧.૨૫ ટકા તૂટીને ૧૭૮૯૨.૦૦ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો હતો.
અગ્રણી શેરોમાં અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, એચડીએફસી, સિપ્લા, એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા અને અપોલો હોસ્પિટલ ૧.૭૦-૬.૧૩ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે બજાજ ઑટો, એચયુએલ, હિંદાલ્કો, બ્રિટાનિયા, મારૂતિ સુઝુકી, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઓએનજીસી ૦.૬૨-૧.૪૫ ટકા સુધી વધીને બંધ થયા છે.
ટાટા મોટર્સે ત્રીજા ક્વાર્ટરના પરિણામમાં ૨૨.૫ ટકાના વધારા સાથે રૂ. ૮૮,૪૮૯ કરોડની કોન્સોલિડેટેડ રેવન્યૂ નોંધાવી છે. કંપનીએ ગયા વર્ષે સમાન સમયગાળામાં રૂ. ૧૪૫૧ કરોડની ખોટ કરી હતી, તેની સામે આ વર્ષે ત્રિમાસિકમાં રૂ. ૩૦૪૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. ૫૦૬ કરોડનો ચોખ્કો નફો રળ્યો છે. ડીશ ટીવી ઇન્ડિયાની ડીટીએચ બ્રાન્ડ ડી૨એચ દ્વારા નવી બ્રાન્ડ ડાઇરેક્ટ ટુ હાર્ટ બજારમાં મૂકાઇ છે. ગ્રાહકોમાં ઉચ્ચ અને મધ્યમવર્ગનો એચડી અને ઓટીટી તરફ વધતો ઝૂકાવ જોઇને કંપનીએ પોતાના પ્રોડક્ટ મિક્સમાં ફેરફાર કર્યો છે. કંપની મોટેપાયે રોકાણ કરીને આગામી થોડા મહિનામાં બજાર હિસ્સો વધારવાની નેમ ધરાવે છે.
સાર્વત્રિક વેચવાલી વચ્ચે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી અને પીછેહઠ જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૧.૫૨ ટકા ઘટીને બંધ થયો છે, જ્યારે નિફ્ટીનો મિડકેપ-૧૦૦ ઈન્ડેક્સમાં ૧.૪૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૪ ટકા નબળાઈની સાથે બંધ થયો છે.
ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ ૦.૦૩-૩.૫૮ ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી ૨.૫૪ ટકાના ઘટાડાની સાથે ૪૧,૬૪૭.૬૫ના સ્તર પર બંધ થયો છે.
મિડકેપ શેરોમાં એસીસી, અદાણી પાવર, મોતિલાલ ઓસવાલ, કન્ટેનર કોર્પ અને ઓરબિંદો ફાર્મા ૪.૬૨-૭.૧૧ સુધી લપસ્યા છે. જ્યારે મિડકેપ શેરોમાં ટીવીએસ મોટર, મેક્સ ફાઈનાન્શિયલ, કેસ્ટ્રોલ, રિલેક્સો ફૂટવેર અને એન્ડયોરન્સ ટેક્નોલોજી ૦.૯૦-૫.૧૧ ટકા સુધી ઉછાળો જોવા મળ્યો છે.
સ્મોલોકપ શેરોમાં અસેલિયા, કિરિ ઈન્ડસ્ટ્રીઝ, ક્વિક હિલ ટેક, પાવર મેચ અને ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા ૬.૨-૧૧.૫ ટકા સુધી લપસ્યા છે. જોકે મહિન્દ્રા સીઆઈઈ,
વિનસ રેમડિઝ, બ્લિસ જીવીએસ, લોયડ્સ સ્ટીલ્સ અને સારેગામા ઈન્ડિયા ૬.૩૩-૮.૬૬ ટકા સુધી ઊછળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular