યુરોપની મંદી પાછળ સેન્સેક્સનો ૬૩૧ પોઇન્ટનો સુધારો ધોવાઇ ગયો, અંતે ૧૦૦ પોઇન્ટ ગબડ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: યુરોપના બજોરોમાં નબળી શરૂઆતના અહેવાલો વચ્ચે સત્રના પાછલા ભાગમાં ખાસ કરીને એફએમસીજી, બેન્કિંગ અને આઇટી ક્ષેત્રના શેરોમાં વેચવાલીનું દબાણ આવવાને કારણે સેન્સેક્સ ૧૦૦ પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે ૧૫,૮૨૦ની નીચે સરકી ગયો હતો. એ નોંધવું રહ્યું કે નિફટી માટે ૧૫,૮૦૦ની સપાટી મહત્ત્વની છે. એક વર્ગ એવોે આશાવાદ વ્યકત કરે છે કે અપટ્રેન્ડ જોવા મળી શકે છે, પરંતુ મોટાભાગના વિશ્ર્લેષકો માને છે કે વોલેટિલિટી ચાલુ રહેશે અને જ્યાં સુધી વિદેશી સંસ્થાગત ફંડો (એફઆઇઆઇ)ની વેચવાલીને બ્રેક નહીં લાગે ત્યાં સુધી રોકાણકારોએ સાવચેત રહેવાની આવશ્યકતા છે. પાછલા સત્રમાં પણ એફઆઇઆઇએ રૂ. ૨૧૪૯.૫૬ કરોડના શેર ભારતીય બજારમાં
ઠાલવ્યાં છે.
સત્ર દરમિયાન ૬૩૧.૧૬ પોઇન્ટ અથવા તો ૧.૧૮ ટકાના ઉછાળા સાથે ૫૩,૮૬૫.૯૩ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતમાં બીએસઈનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૦૦.૪૨ અંક એટલે કે ૦.૧૯ ટકાના ઘટાડા સાથે ૫૩,૧૩૪.૩૫ પોઇન્ટના સ્તર પર અને એનએસઈનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૨૪.૫૦ પોઇન્ટ એટલે કે ૦.૧૫ ટકાની મંદીની સાથે ૧૫,૮૧૦.૮૫ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો.
સેન્સેક્સના શેરોમાં આઇટીસી, એક્સિસ, વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટૂબ્રો, મારુતિ સુઝુકી ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેન્ક અને એશિયન પેઇન્ટ ટોપ લૂઝર બન્યાં હતાં, જ્યારે પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, હિંદુસ્તાન યુનિલીવર, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા સ્ટીલ ટોપ ગેઇનર બન્યા હતા.
કોર્પોરેટ હલચલમાં એચડીએફસી અને એચડીએફસી બેન્કના મર્જરના પ્રસ્તાવને આરબીઆઇએ મંજૂરી આપી દીધી છે. એનટીપીસીએ પાવર જનરેશનમાં જૂન ક્વાર્ટરમાં ૨૧.૭ ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. વૈશ્ર્વિક ટેક્નોલોજી બ્રાન્ડ વન પ્લસએ પ્રોડક્ટ એક્સપાન્શન પ્લાન હેઠળ વનપ્લસ નોર્ડ ટુ- ટી ફાઈવ જી લોન્ચ કર્યો છે, જે કંપનીના સસ્તા સ્માર્ટફોન લાઇનમાં સૌથી નવો ઉમેરો છે. લેટેસ્ટ હેન્ડસેટ નોર્ડ ટૂનું અપગ્રેડેડ વર્ઝન છે, જેમાં નવું પ્રોસેસર, આધુનિક એન્ડ્રોઇડ અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. મહિન્દ્રાના પ્લાન્ટમાંથી હીરો ઇલેક્ટ્રિકલ્સે ઇ-સ્કૂટરનો પહેલો બેચ બહાર પાડ્યો છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરો વિરોધાભાસી ચાલ જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૩૫ ટકા અથવા તો ૭૭.૬૧ પોઇન્ટના ઘટાડા સાથે ૨૧,૯૫૯.૫૫ પોઇન્ટની સપાટીએ બંધ થયો હતો, જ્યારે નિફ્ટીના મિડકેપ સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦ ટકા અથવા તો ૪૯.૩૬ પોઇન્ટના સુધારા સાથે ૨૫,૦૦૩.૯૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ ૦.૦૧-૦.૯૦ ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી ૦.૩૭ ટકાના વધારાની સાથે ૩૩,૮૧૫.૯૦ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મેટલ, ફાર્મા, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરો ઉછળીને બંધ થયા હતા.
અગ્રણી શેરોમાં એચડીએફસી લાઈફ, આઈટીસી, વિપ્રો, મારૂતિ સુઝુકી, બ્રિટાનીયા અને એક્સિસ બેન્ક ૧.૦૮-૧.૮૧ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે શ્રી સિમેન્ટ, પાવર ગ્રિડ, બજાજ ફિનસર્વ, એચયુએલ, અપોલો હોસ્પિટલ, ઓએનજીસી અને હિંડાલ્કો ૧.૦૬-૧.૭૨ ટકા સુધી વધીને બંધ થયા છે. મિડકેપમાં આરબીએલ બેન્ક, ઑયલ ઈન્ડિયા, રાજેશ એક્સપોસ, ટીવીએસ મોટર, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ ૨.૩-૬.૪૭ સુધી લપસ્યા છે. જોકે બજાજ હોલ્ડિંગ્સ, યુનાઈટેડ બ્રુઅરીઝ, ક્યુમિન્સ, એમએન્ડએમ ફિનાન્શિયલ, કંટેનર કોર્પ ૧.૮૮-૩.૧૫ ટકા સુધી ઉછળો છે. સ્મોલોકપમાં મેકલોયડ, જુબિલન્ટ ઈન્ડસ્ટ્રીઝ, આર સિસ્ટમ, યસ પક્કા અને એપ્ટસ વેલ્યુ ૫.૨૩-૭.૨૬ ટકા સુધી લપસ્યા છે. જોકે માર્ક્સન્સ ફાર્મા, મંગલમ ઑર્ગેનિક, ઑરિએન્ટ બેલ, મહિન્દ્રા લોજિસ્ટિક્સ અને અલગી ઈક્વિપમેન્ટ્સ ૭.૯૯-૧૨.૫૦ ટકા સુધી ઉછળા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.