સેન્સેક્સે લગાવી ત્રણ મહિના ઊંચી છલાંગ

ટૉપ ન્યૂઝ બિઝનેસ

( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સેન્સેક્સે એક તબક્કે લગભગ ૭૦૦ પોઇન્ટની ઊંચી છલાંગ સાથે ત્રણ મહિનાની નવી ઊંચી છલાંગ લગાવી છે.
સેન્ટિમેન્ટલ અસર સિવાય, કોઈ દેખીતા કારણ વગર આવેલા ઉછાળાથી રોકાણકારોને સારો લાભ થયો છે.
આજ ના સત્રમાં ખાસ મેટલ અને ઓટો શેરો આગળ વધતાં બંને શેરઆંક ત્રણ મહિનાની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
ઑટો, બેંક અને મેટલ શેરોમાં થયેલા વધારાને કારણે આ મહિને અત્યાર સુધીમાં ૨૯ એપ્રિલ પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચેલા બેન્ચમાર્ક આઠ ટકાથી વધુ ઉછળ્યા છે.
યુએસ ફેડરલ રિઝર્વ આક્રમક વ્યાજદરમાં વધારો કરવાનું પસંદ નહીં કરે તેવી આશાથી સેન્ટિમેન્ટ પલટાયું છે.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.